21.9 C
Gujarat
December 27, 2024
EL News

Go Firstની ફ્લાઇટ્સ કેન્સલ થતાં જ અન્ય એરલાઇન્સને મોજ

Share
Business, EL News

બજેટ એરલાઇન્સ Go Firstની મુશ્કેલીઓ ઓછી થતી જણાતી નથી. રોકડની તંગીનો સામનો કરી રહેલી એરલાઇન્સની તમામ ફ્લાઇટ્સ કેન્સલ ચાલી રહી છે અને એવિએશન રેગ્યુલેટર (DGCA) એ ટિકિટના સેલિંગ પર પ્રતિબંધ મૂક્યો છે. GoFirst નાદારીની અણી પર પહોંચી જતાં, વિક્ષેપિત સર્વિસને લઇ મુસાફરો પર ખરાબ અસર કરી રહી છે અને તેમના ખિસ્સા ઢીલા થઈ રહ્યા છે. બીજા શબ્દોમાં કહીએ તો Go First ફ્લાઈટ્સનું બંધ થવું તેમના માટે વરદાન સાબિત થઈ રહ્યું છે. તકનો લાભ લઈને આ એરલાઈન્સે દિલ્હી-મુંબઈ, દિલ્હી-લેહ, મુંબઈ-લખનૌ અને અન્ય રૂટ પર તેમના ભાડામાં વધારો કર્યો છે.PANCHI Beauty Studio

GoFirst ફ્લાઇટ 12 મે સુધી રદ
2 મેના રોજ, Go First એરલાઇન્સે 3 મેથી 5 મે સુધીની તેની તમામ ફ્લાઇટ્સ રદ કરી અને બાદમાં તેને 12 મે સુધી લંબાવી. દરમિયાન મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. GoFirst એ માત્ર ફ્લાઇટ્સ રદ કરી નથી, પરંતુ NCLTમાં સ્વૈચ્છિક નાદારીની કાર્યવાહી માટે પણ અરજી કરી છે અને તેના પર શક્ય તેટલી વહેલી તકે નિર્ણય લેવા વિનંતી કરી છે. આ ઘટનાક્રમ બાદ એરલાઇન્સના નવા બુકિંગમાં જબરદસ્ત કેન્સલેશન અને સસ્પેન્શન જોવા મળી રહ્યું છે.

આ એરલાઇન્સની ટિકિટમાં વધારો
ફ્લાઈટ્સ કેન્સલ કરવાની સમય લિમિટમાં સતત વધારાને કારણે હવે મુસાફરોએ અન્ય એરલાઈન્સ તરફ વળવું પડશે. આ કારણે અન્ય એરલાઈન્સે તેમની ટિકિટના ભાવમાં જબરદસ્ત વધારો કર્યો છે. Go Firstની હરીફ એરલાઇન્સ જેવી કે ઇન્ડિગો, એર એશિયા અને સ્પાઇસજેટ અને વિસ્તારા અને એર ઇન્ડિયાએ પણ તેમની ટિકિટના ભાવમાં વધારો કર્યો છે.

આ પણ વાંચો…ગાંધીનગર મનપાએ જારી કર્યું ઓરેન્જ એલર્ટ

રોજના 30,000 મુસાફરો મુસાફરી કરતા હતા
નોંધપાત્ર રીતે, Go First એક દિવસમાં લગભગ 180-185 ફ્લાઇટ્સનું સંચાલન કરતી હતી અને તેના દ્વારા દરરોજ લગભગ 30,000 મુસાફરો મુસાફરી કરતા હતા. પરંતુ એરલાઇન્સ ટેકનિકલી ગ્રાઉન્ડેડ હોવાથી, દરરોજ 30,000થી વધુ લોકો ટિકિટની સર્ચમાં અન્ય એરલાઇન્સ સુધી પહોંચી રહ્યા છે, જેમાંથી ઘણાને તાત્કાલિક અથવા છેલ્લી મિનિટનું બુકિંગ કરવું પડે છે. આ સ્થિતિમાં ટિકિટના ભાવમાં વધારો થવાની શક્યતા પહેલાથી જ વ્યક્ત કરવામાં આવી રહી હતી અને હવે તે પણ જોવા મળી રહી છે. ખાસ કરીને જે રૂટ પર ગો-ફર્સ્ટ ફ્લાઈટ્સ ઉડતી હતી ત્યાં ટિકિટના ભાવમાં વધારો થયો છે.

ટિકિટના ભાવ બમણા કરતા પણ વધુ
સામાન્ય રીતે દિલ્હીથી મુંબઈનું ભાડું રૂ. 6000 થી રૂ. 7,000 હતું, જે હવે રૂ. 13,000 સુધી પહોંચી ગયું છે એટલે કે ટિકિટના ભાવમાં તફાવત બમણો થઇ ગયો છે. માત્ર દિલ્હી-મુંબઈ જ નહીં, અન્ય રૂટ પર પણ આવી જ સ્થિતિ છે. દિલ્હીથી શ્રીનગર, મુંબઈથી લખનૌ અથવા દિલ્હીથી પટનાની ટિકિટમાં લગભગ બમણો વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે GoFirst દ્વારા 3 થી 5 મે સુધી અને ફરીથી 9 મે સુધી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી, ત્યારે તે દરમિયાન ભાડામાં ત્રણથી ચાર ગણો વધારો કરવામાં આવ્યો હતો, જો કે, હાલમાં થોડી રાહત મળી છે.

જેના કારણે ગો-ફર્સ્ટની હાલત બગડી હતી
Go First એરલાઈન્સની આ હાલતમાં અમેરિકન કંપની પ્રેટ એન્ડ વ્હિટનીએ સૌથી મોટી ભૂમિકા ભજવી છે. વાસ્તવમાં, આ ફર્મ એરલાઇન્સને એન્જિન આપે છે અને તેણે GoFirstને એન્જિનનો સપ્લાય બંધ કરી દીધો હતો. તેના કારણે કંપનીના અડધાથી વધુ વિમાનો ગ્રાઉન્ડ થઈ ગયા અને તેણે પોતાની તમામ ફ્લાઈટ્સ રદ કરવાનો મોટો નિર્ણય લેવો પડ્યો. રિપોર્ટ અનુસાર એરલાઇન્સના કાફલામાં 61 એરક્રાફ્ટ છે અને તેમાંથી લગભગ 50 એરક્રાફ્ટ ગ્રાઉન્ડ થઈ ગયા છે. જેના કારણે કંપનીના કેશ ફ્લો પર ખરાબ અસર પડી છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

 

Related posts

સક્સેસ સ્ટોરી / એક સમયે 1 ફ્લેટથી ધંધાની કરી હતી શરૂઆત

cradmin

LIC આપી રહી છે 20 લાખ રૂપિયા, મોટી સંખ્યામાં લોકો લઈ રહ્યાં છે લાભ: તમે લીધો કે નહીં, અત્યારે જ કરો એપ્લાય

elnews

ઘરેથી કરો આ બિઝનેસની શરૂઆત, બજારમાં ખૂબ જ માગ

elnews

Leave a Comment

error: Content is protected !!