25.8 C
Gujarat
December 21, 2024
EL News

Central Gov: મોંઘવારી ભથ્થું, જાણો તમારો પગાર કેટલો વધશે?

Share
મોંઘવારી ભત્થું:

કેન્દ્રીય કર્મચારીઓને સરકાર લ્હાણી કરવા જઇ રહી છે. મોદી સરકાર આગામી મહિનાની શરૂઆતમાં મોંઘવારી ભથ્થુ વધારવાની જાહેરાત કરી શકે છે.

માનવામાં આવી રહ્યું છે કે આ વખતે ડીએમાં ઐતિહાસિક વધારો થઇ શકે છે. વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં 3 ઓગસ્ટના રોજ કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાશે. તેમાં મોંઘવારી ભથ્થાને લઇને નિર્ણય લેવામાં આવશે.

આશા રાખવામાં આવી રહી છે કે આ વખતે ડીએમાં 6 ટકાનો વધારો કરવામાં આવી શકે છે. જો 6 ટકા વધારો કરાશે તો કર્મચારીઓનું મોંઘવારી ભથ્થુ 34 ટકાથી વધીને સીધુ જ 40 ટકાએ પહોંચી જશે. જેને કારણે વેતનમાં પણ નોંધપાત્ર વધારો થશે.

શા માટે આટલો વધારો કરાશે

જે રીતે નામ છે એ રીતે કર્મચારીઓને આ ભથ્થુ મોંઘવારીના આધારે આપવામાં આવે છે. આ વર્ષે રિટેલ ફુગાવો 6 ટકાથી ઉપરના દરે છે. ઓલ ઈન્ડિયા રિટેલ પ્રાઇસ ઈન્ડેક્સ અનુસાર આ વર્ષે મોંઘવારીની દૃષ્ટિએ ભથ્થામાં 5 થી 6 ટકાના વૃદ્વિનો અંદાજ છે.

જો આવું થશે તો કર્મચારીઓના વેતનમાં તેઓના બેસિકના હિસાબથી હજારો રૂપિયાનો વધારો થશે.

આ મુદ્દાઓ પર પણ નિર્ણય લેવાઇ શકે છે

મોદી સરકાર આગામી કેબિનેટ બેઠકમાં ફિટમેન્ટ ફેક્ટરને લઇને પણ નિર્ણય લઇ શકે છે. અનુમાન છે કે સરકાર કર્મચારીઓની વેતન વૃદ્વિ માટે ફિટમેન્ટ ફેક્ટરને પણ વધારી શકે છે.

તે ઉપરાંત કોરોના કાળ દરમિયાન ફ્રીજ કરવામાં આવેલા 18 મહિનાના DAને લઇને પણ સરકાર તિજોરી ખોલી શકે છે. કોરોના કાળ દરમિયાન જાન્યુઆરી, 2020 થી લઇને જૂન 2021 સુધી કર્મચારીઓને મોંઘવારી ભથ્થુ આપવામાં આવ્યું ન હતું.

મૂળ પગાર પર કેટલો વધારો થશે
જો કોઇનો બેઝિક પગાર 28,450 છે તો 40 ટકા નવું મોંઘવારી ભથ્થુ લાગુ થયા બાદ આટલો વધારો મળી શકે છે.

કર્મચારીનો મૂળ પગાર 28,450 રૂપિયાનવું મોંઘવારી ભથ્થું 40 ટકા,

એટલે કે 11,380 રૂપિયાહાલનું મોંઘવારી ભથ્થું 34 ટકા એટલે કે,

9673 રૂપિયામાસિક પગારમાં વધેલું મોંઘવારી ભથ્થું 11,380-9, 673 એટલે કે,

1,707 રૂપિયાવાર્ષિક વેતન વૃદ્વિ 20,484 રૂપિયા થશે.

To Read This type of informative and imortant article stay tuned with El News.

Download from Playstore: https://play.google.com/store/apps/details?id=com.elnews

Increment, Central Gov.

Related posts

લમ્પી વાઈરસનો વધતો જતો કહેર.

elnews

ગાંધીનગર- આવતા સપ્તાહથી વિધાનસભાનું બજેટ સત્ર

elnews

કોરોનાની દહેશત વચ્ચે બે ડોઝ લેનાર લઈ રહ્યા છે બૂસ્ટર ડોઝ

elnews

Leave a Comment

error: Content is protected !!