Ahmedabad :
અમદાવાદ એરપોર્ટ પર દિવાળીની ઉજવણી અનોખા અંદાજમાં શરૂ કરવામાં આવી મુસાફરો ટર્મિનલ બિલ્ડિંગમાં પ્રવેશતા જ કેટલીય પ્રવૃત્તિઓમાં હાથ અજમાવી શકે છે, જેમાં દિવા બનાવવા, મીણબત્તી બનાવવી જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.મુસાફરોના રોકાણના સમયને રસપ્રદ બનાવવા તેઓ કલાકારોની મદદથી તેમનામાં રહેલી કળા અભિવ્યક્ત પણ કરી શકે છે તેમજ તેમણે બનાવેલી કળાનો નમુનો યાદગીરીરૂપે ઘરે પણ લઈ જઈ શકે છે.
SVPI એરપોર્ટ મુસાફરોને શ્રેષ્ઠ અનુભવ અને સગવડો મળી રહે તેને સૌથી વધુ મહત્વ આપે છે. એરપોર્ટ પર શોપિંગ એંગેજમેન્ટ એક્ટિવિટીઝ પણ છે, જેમાં મુસાફરોને ખાતરીપૂર્વેક ડિસ્કાઉન્ટ વાઉચર અપાશે. પ્રસ્થાન કરનારા મુસાફરોને ટર્મિનલ બિલ્ડીંગમાં લટાર મારવી પણ લાભદાયી નીવડશે. દિવાળી પહેલા આવી આકર્ષક ઓફર્સ ક્યારેય ન હતી.
આ પણ વાંચો… આ એક આયુર્વેદિક વસ્તુના છે ઘણા જબરદસ્ત ફાયદા
ફ્લાઈટની રાહ જોતા મુસાફરોને પ્રવાસનો ભરપૂર આનંદ મળી રહે તે માટે એરપોર્ટ પર ચાલુ મહિને લાઇવ મ્યુઝિક પર્ફોર્મન્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે.પ્રસ્થાન કરનારા મુસાફરોને ટર્મિનલ બિલ્ડીંગમાં લટાર મારવી પણ લાભદાયી નીવડશે. દિવાળી પહેલા આવી આકર્ષક ઓફર્સ ક્યારેય ન હતી. ફ્લાઈટની રાહ જોતા મુસાફરોને પ્રવાસનો ભરપૂર આનંદ મળી રહે તે માટે એરપોર્ટ પર ચાલુ મહિને લાઇવ મ્યુઝિક પર્ફોર્મન્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે.