Business , EL News
Indian Railways Suffer Rules: જો તમે વારંવાર ટ્રેનમાં મુસાફરી કરતા હોવ તો આ સમાચાર તમારા માટે છે. રેલવે તરફથી એસી કોચમાં મુસાફરી કરનારાઓને ચાદર, ઓશીકું, ટુવાલ જેવી જરૂરી વસ્તુઓ મળે છે. પરંતુ રેલવેના ધ્યાનમાં આવ્યું કે ઘણીવાર લોકો મુસાફરી કર્યા પછી આ વસ્તુઓ ઘરે લઈ જાય છે. આ તદ્દન ગેરકાયદેસર છે. આ વસ્તુઓ ટ્રેનની મુસાફરી દરમિયાન તમારી સુવિધા માટે આપવામાં આવી છે અને ઘરે લઈ જવા માટે નહીં.
પ્રથમ વખત એક વર્ષની જેલ
જો કોઈ મુસાફર આવું કરતો જોવા મળે છે તો રેલવેના નિયમો મુજબ તેને જેલ મોકલી શકાય છે અથવા તો દંડ થઈ શકે છે. રેલવે પ્રોપર્ટી એક્ટ 1966, (Railway Property Act, 1966) મુજબ જો તમે ટ્રેનમાં રાખવામાં આવેલ કોઈપણ વસ્તુ ચોરી કરો છો અથવા લઈ જાઓ છો, તો પ્રથમ કિસ્સામાં એક વર્ષની જેલ અથવા એક હજાર રૂપિયાનો દંડ થઈ શકે છે. જો બીજી વખત પકડાવ તો બે વર્ષની જેલ અને બે હજાર રૂપિયાનો દંડ થઈ શકે છે.
આ પણ વાંચો…રેસિપી / હવે મિનિટોમાં તૈયાર કરો પૌવાની ઈડલી
રેલવે તરફથી જાહેર કરવામાં આવે છે રિપોર્ટ
જો કોઈ વ્યક્તિ આ કામ વારંવાર કરે છે તો તેને દંડની સાથે 5 વર્ષ સુધીની જેલ થઈ શકે છે. આ કાર્યવાહી આઈપીસી (IPC) ની કલમ 378 અને 403 હેઠળ કરવામાં આવી છે. રેલવેના અલગ-અલગ ઝોનમાં આ અંગેના અહેવાલો જારી કરવામાં આવી રહ્યા છે. આ અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે કે, કેવી રીતે ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરો મુસાફરી પૂરી થયા પછી ચાદર, ટુવાલ વગેરે પોતાની સાથે લઈ જાય છે.
આપને જણાવી દઈએ કે, જો તમે આ રીતે રેલવે પ્રોપર્ટી સાથે ચેડા કરો છે તો તમારે તેના માટે ગંભીર સજા ભોગવવી પડી શકે છે. રેલવે દ્વારા તમને દંડની સાથે જેલની સજા પણ અપાઈ શકે છે.