Gandhinagar , EL News
આજે ગાંધીનગરમાં કેબિનેટની બેઠકનું આયોજન સીએમની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું છે. જેમાં કમોસમી વરસાદથી થયેલા, તમિલ સંગમ સહીતના કાર્યક્રમોને લઈને વિસ્તારથી ચર્ચા કરવામાં આવશે. આ સિવાય પણ અન્ય મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવશે. સ્વર્ણિમ સંકુલ સચિવાલય ખાતે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર પૂર્ણ થઈ ચૂક્યું છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા વિવિધ મુદ્દાઓને લઈને રાજ્ય સ્તરીય કેબિનેટ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકની અંદર કેબિનેટ કક્ષાના મંત્રીઓની ઉપસ્થિતિમાં આ આયોજન કરાયું છે.
કમોસમી વરસાદ
છેલ્લા કેલાક સમયથી કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને ભારે નુકશાન થવા પામ્યું છે. ત્યારે પડી રહેલા કમોસમી વરસાદ બાદ સર્વેની સ્થિતિને લઈને સમીક્ષા કરવામાં આવશે.
આ પણ વાંચો…સાવધાન / AC કોચમાં મુસાફરી કરતા લોકો માટે નવો નિયમ
સૌરાષ્ટ્ર તમિલ કાર્યક્રમ
સૌરાષ્ટ્ર અને તમિલ સંગમના કાર્યક્રમને લઈને વિશેષ ચર્ચા કરવામાં આવશે, સોમનાથ વેરાવળથી તેનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે બની શકે છે પીએમ પણ હાજરી આપી શકે છે ત્યારે આ મુદ્દે તૈયારીઓને લઈને ચર્ચા થશે.
નવી શિક્ષણ નિતી
રાજ્યમાં નવી શિક્ષણ નિતી અંતર્ગત આગામી વર્ષથી મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે ત્યારે આ મામલે શિક્ષણ વિભાગના સંકલનમાં સીએમ ભૂપેન્દ્ર સમક્ષ વિશેષ ચર્ચા કરવામાં આવશે. જેમાં કેટલાક મહત્વના સૂચનો પણ આપવામાં આવશે.