Business, EL News
India-Pakistan Trade: ભારત અને પાકિસ્તાન વચ્ચેનો વેપાર સત્તાવાર રીતે ભલે બંધ હોય, પરંતુ એપ્રિલ અને ડિસેમ્બર 2022 વચ્ચે બંને દેશો વચ્ચે કુલ 1.35 બિલિયન ડોલરનો વેપાર (India-Pakistan Trade) થયો હતો. વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્ય મંત્રી અનુપ્રિયા પટેલ (Anupriya Patel) એ લોકસભામાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના વેપાર અંગે માહિતી આપતા લેખિત જવાબ આપ્યો છે. તેમણે સંસદને જણાવ્યું છે કે, એપ્રિલ-ડિસેમ્બર 2022માં બંને દેશો વચ્ચે કુલ 1.35 બિલિયન ડોલરનો વેપાર થયો છે, જે નાણાકીય વર્ષ 2021-22માં 516.36 મિલિયન ડોલરથી લગભગ બમણો છે. તેની સાથે તેમણે ચીન સાથે ભારતના વેપારના આંકડાનો હિસાબ પણ સંસદમાં રજૂ કર્યો હતો. ભારત અને ચીન વચ્ચે એપ્રિલ-ડિસેમ્બર 2022માં કુલ 87 બિલિયન ડોલરનો વેપાર થયો છે.
ભારત પાકિસ્તાન વચ્ચે વેપાર વધ્યો
ભારત-પાકિસ્તાન વેપારની વાત કરીએ તો વર્ષ 2019 પછી બંને દેશો વચ્ચે વેપારમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો છે. વર્ષ 2019માં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ પાકિસ્તાને સત્તાવાર રીતે ભારત સાથે વેપાર બંધ કરવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણય બાદ આ પહેલીવાર છે જ્યારે બંને દેશો વચ્ચે વેપારમાં વધારો થયો છે.
આ પણ વાંચો…હેલ્થ ટીપ્સઃપેટની ચરબી ઘટાડવામાં બટેટા ફાયદાકારક છે
વર્ષ 2019-20 માં કેટલો વેપાર થયો
વર્ષ 2019માં કલમ 370 હટાવ્યા બાદ બંને દેશો વચ્ચેનો વેપાર લગભગ બંધ થઈ ગયો હતો. નાણાકીય વર્ષ 2020-21માં માત્ર 329.26 મિલિયન ડોલરનો વેપાર થયો હતો. જ્યારે વર્ષ 2019-20માં તે 830.58 અબજ ડોલર હતો. નાણાકીય વર્ષ 2021-22માં તે 516.36 મિલિયન ડોલર થઈ ગયો હતો. તે જ સમયે, એપ્રિલ-ડિસેમ્બર 2022 સુધીમાં તે વધીને 1.35 બિલિયન ડોલર સુધી પહોંચી ગયો છે.
ઉલ્લેખનીય છે કે 2019માં જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા પછીથી બંને દેશો વચ્ચે સત્તાવાર રીતે વેપાર બંધ છે. જો કે, થોડો ઘણો વેપાર બંને દેશો વચ્ચે થતો રહે છે. તેના આ આંકડા પુરાવા છે.