27.8 C
Gujarat
December 25, 2024
EL News

અમદાવાદમાં ભડભડ સળગી ઉઠી BRTS બસ

Share
Ahmedabad :

અમદાવાદમાં આજે વહેલી સવારે એક BRTS બસ એકાએક રીતે સળગી ગઈ હતી જો કે બસના ડ્રાઈવરે સમય રહેતા પોતાની સુજબુઝથી પેસેન્જર્સને નીચે ઉતારી દીધા હતા જેથી તમામ પેસેન્જર્સનો બચાવ થયો હતો. અમદાવાદ શહેરના મેમનગરમાં આવેલા BRTS બસ સ્ટેન્ડ પર આજે સવારે અચાનક જ બસના એન્જીનમાંથી ધુમાડો નીકળતાં જ બસ ડ્રાઈવરે બધા પેસેન્જર્સને બહાર જવા કહ્યું હતું અને BRTS બસ સ્ટેન્ડ પર ઉભેલા  તમામ યાત્રીઓને પણ બસ સ્ટેન્ડથી દૂર જવા કહ્યું હતું.

PANCHI Beauty Studio
Advertisement

જે BRTS બસમાં આગ લાગી હતી તે બસમાં લગભગ 25 જેટલા મુસાફરો મુસાફરી કરતા હતા. આ ઘટનામાં કોઈપણ જાનહાની થઇ નથી અને આ બસ RTOથી મણિનગર તરફ જઈ રહી હતી. આ ઘટના આજે સવારે 8 વાગ્યાની આસપાસ બની હતી. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ બસ મેમનગર BRTS પર પહોચી ત્યારે બસ અચાનક બંધ પડી ગઈ હતી અને બસના એન્જીનમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો. આ બસના ડ્રાઈવરે બસના તમામ દરવાજા ખોલી નાખ્યા હતા અને બધા પેસેન્જર્સને ઉતરી જવા કહ્યું હતું અને બધા લોકોને દૂર જવા કહ્યું હતું.

આ પણ વાંચો… ગાંધીનગરમાં ખેડૂતો, આરોગ્યકર્મી, જવાનોઓનું આક્રમક વલણ

જો કે થોડીક ક્ષણોમાંજ બસમાં આગ લાગવાની શરુઆત થઇ ગઈ હતી. આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરાતા ફાયબ્રિગેડની ત્રણ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાની ન થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો જો કે આ ઘટનાથી BRTS બસના માઈન્ટેન્સ પર પણ સવાલ ઉભા થઇ રહ્યા છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

રાજકોટ મનપામાં ૩૭ કર્મચારીઓએ આપ્યું સ્વૈચ્છીક રાજીનામું

elnews

ઇન્દિરાબ્રિજ પાસે એક્ટિવા સ્લીપ થતા 16 વર્ષીય વિદ્યાર્થીનું મોત

elnews

અમદાવાદ: ગુજરાતમાં માત્ર ગણતરીના દિવસોમાં જ બેસી જશે ચોમાસું

elnews

1 comment

અમૃતસરી છોલે ભટુરેની સરળ રસોઈ ટિપ્સ - EL News September 16, 2022 at 5:07 pm

[…] આ પણ વાંચો… અમદાવાદમાં ભડભડ સળગી ઉઠી BRTS બસ […]

Reply

Leave a Comment

error: Content is protected !!