જામનગર:
હળવદના સુંદરગઢ પાસે આવેલો બ્રાહ્મણી-2 ડેમ મોરબી, માળિયા, જામનગર અને હળવદના 70થી વધારે ગામોને પીવાનું પાણી પુરૂ પાડે છે. છેલ્લા એક સપ્તાહમાં ભારે વરસાદને કારણે પાણીની ભરપૂર આવક થતા મોટાભાગના ડેમ-તળાવમાં નવા નિર આવ્યા છે.
ભર ચોમાસે બ્રાહ્મણી-2 ડેમ નર્મદાના નીરથી 100 ટકા ભરાયો
હળવદના સુંદરગઢ પાસે આવેલો બ્રાહ્મણી-2 ડેમ મોરબી, માળિયા, જામનગર અને હળવદના 70થી વધારે ગામોને પીવાનું પાણી પુરૂ પાડે છે. છેલ્લા એક સપ્તાહમાં ભારે વરસાદને કારણે પાણીની ભરપૂર આવક થતા મોટાભાગના ડેમ-તળાવમાં નવા નિર આવ્યા છે. ત્યારે આશ્ચર્યની વાત છે કે ભર ચોમાસે બ્રાહ્મણી-2 ડેમને વરસાદી પાણીથી નહીં પરંતુ નર્મદાના નીરથી છલોછલ ભરાયો છે. જેને પગલે ડેમનો એક દરવાજો અડધો ફુટ ખોલવામા આવ્યો છે.
આ ડેમની સપાટી 12.60 ફુટ છે, આ સપાટી સુધી પાણી છલોછલ ભરાઈ જતા નીચાણવાળા નવ ગામોને એલર્ટ કરાયા છે. જેમાં સુસવાવ, ટિકર, મિયાણી, મયુરનગર, માનગઢ, ખોડ, કેદારીયા, ચાડધ્રા, અજીતગઢ સહિતના ગામના લોકોને નદીના પટમાં નહીં આવવા તથા માલ-મિલકત-ઢોરને સલામત સ્થળે ખસેડવા માટે ડેમના સેક્શન ઓફિસર દ્વારા સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો..સ્ત્રીઓને સાંભળે છે તો બધા પરંતુ સમજે છે કેટલા?: “ફક્ત મહિલાઓ માટે”