Shivam Vipul Purohit, The Eloquent:
મુંંબઈ નાં અંધેરી ખાતે તાજેતર માં એક ભવ્ય પુસ્તક વિમોચન કાર્યક્રમ યોજાયો. આંતરરાષ્ટ્રીય મહિલા દિન તારીખ માર્ચ ૮ ના આ પુસ્તક નુ બુક કવર લોન્ચ કરવામાં આવ્યું હતું.

મીડિયા, એન્ટરટનમેન્ટ અને એનિમેશન ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનાર અને પ્રેરણાદાયી કારકિર્દી ધરાવતી દેશ ની ૧૮ નારી ની ગાથા નુ વર્ણન કરતા આ પુસ્તક ‘Bold Ambitions: The triumphs of women trail blazers’ નુ વિમોચન બોલિવૂડ અને ગુજરાતી ગઝલ ના જાણીતા પર્શ્વ ગાયક મનહર ઉધાસ અને મહારાષ્ટ્ર રાજ્ય BJP ચિત્રપટ કામદાર ના પ્રેસિડેન્ટ તથા મરાઠી ફિલ્મો ના જાણીતા પ્રોડ્યુસર, ડીસ્ત્રીબ્યુટર શ્રી સમીર દીક્ષિત ના હસ્તે કરવામાં આવ્યું.

આ પુસ્તક ની પ્રસ્તાવના જાણીતા હિન્દી ફિલ્મ લેખક, દિગ્દર્શક, ગુજરાતી કટારલેખક એવા શ્રી સંજય છેલ એ લખી છે જ્યારે તેની શુભેચ્છા ખ્યાતનામ હિન્દી સિરિયલ અને મરાઠી ફિલ્મ દિગ્દર્શિકા, લેખિકા અને પ્રોડ્યુસર સ્વપ્ના વાઘમારે એ લખી છે. આ પુસ્તક નુ મુંબઈ જુહુ ના વર્લ્ડ રેકોર્ડ હોલ્ડિંગ ભાભડ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત કરવામાં આવી છે. એનિમેશન એન્ડ એન્ટરટેનમેન્ટ કાઉન્સિલ ના નેશનલ પ્રેસિડેન્ટ સોનિયા લાંબા ની આ પહેલ ને કાઉન્સિલ ના મેમ્બર્સ સહિત વધાવવા જાણીતા ફિલ્મ પ્રોડ્યુસર હસમુખ ગાંધી, એનાર મીડિયા ગ્રુપ ના વડા શ્યામ સિંઘાનિયા તથા ફિલ્મ, ટેલિવિઝન, મ્યુઝિક ક્ષેત્રે જોડાયેલ કસબીઓ હાજર હતા. સંજય તિવારી અને પુલકિત દ્વારા મ્યુઝિક પરફોર્મન્સ આપી શ્રોતાઓ ને મંત્રમુગ્ધ કર્યા.

ગરિમા માલવણકર, ઉષા વેંકટરામન, ચિરંતના ભટ્ટ, દેલશાદ માસ્ટર, ભગવંત કૌર, અપની ઇન્ડિયન ગલ્લી ના દેવિષા જટાકિયા, શાંભવી નંદન ઉપસ્થિત રહ્યા હતા થતાં ઘણા સભ્યો એ ઓનલાઇન ઉપસ્થિતિ આપી હતી.