Business, EL News
Vehicle rates increase: જો તમે ટુ-વ્હીલર (Two Wheeler) ખરીદવાની બનાવી રહ્યા હોવ તો જૂનમાં જ ખરીદી લો. કારણ કે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે 1 જુલાઈથી ટુ-વ્હીલરની કિંમતમાં વધારો થઈ શકે છે. જાણકારી મુજબ, મોટરસાઇકલ અને સ્કૂટરની કિંમતમાં 3000 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવી શકે છે. મોટર કોર્પના અધિકારીઓએ જણાવ્યું કે, કાચા માલના ભાવમાં વધારાને જોતા જુલાઇથી ટુ-વ્હીલર સ્કૂટર અને બાઇક બંનેની કિંમતોમાં વધારો થવાની ધારણા છે.
કાચા માલના ભાવમાં વધારાનું આ છે કારણ
ઉદ્યોગ સાથે સંકળાયેલા નિષ્ણાતોના જણાવ્યા મુજબ, કાચા માલના ઊંચા ભાવને કારણે ઉત્પાદન ખર્ચમાં વધારો થયો છે, જેના કારણે વાહનોની કિંમતોમાં વધારો થવાનો છે. જોકે, અત્યાર સુધી કોઈપણ કંપનીએ સત્તાવાર રીતે આવી કોઈ જાહેરાત કરી નથી. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે, વધેલી કિંમતો 1 જુલાઈ પહેલા જાહેર કરવામાં આવશે. જેથી ગ્રાહકોને કોઈ મૂંઝવણ ન થાય. આપને જણાવી દઈએ કે, વધારાની ચોક્કસ રકમ ચોક્કસ મોડલ અને બજાર પર નિર્ભર રહેશે.
સુઝુકીએ પણ આશંકા વ્યક્ત કરી
આપને જણાવી દઈએ કે, ગયા વર્ષે પણ સુઝુકીએ તેના વાહનોના ભાવમાં 3000 રૂપિયા સુધીનો વધારો કર્યો હતો. આ વખતે પણ સુઝુકીના અધિકારીઓ કહી રહ્યા છે કે, ફરી એકવાર કિંમત વધારવી પડશે. સુઝુકીએ જણાવ્યું છે કે, તે ઈનપુટ કોસ્ટમાં થયેલા વધારાની ભરપાઈ કરવા માટે મહિના દરમિયાન કિંમતોમાં વધારો કરશે. કાર ઉત્પાદકોએ તેમના વાહનોની કિંમતો વધારવા પાછળ દલીલ કરી હતી કે, કાચા માલની કિંમતમાં વધારાને કારણે ઉત્પાદન ખર્ચમાં પણ વધારો થયો છે. જેના કારણે ટુ વ્હીલરના ભાવમાં ફરી એકવાર વધારો કરવો પડશે.
આ પણ વાંચો… ESG પ્રદર્શન માટે અદાણી ગ્રીનને એશિઆમાં પ્રથમ રેન્કની નવાજેશ સાથે વિશ્વની ટોચની ૧૦ રિન્યુએબલ એનર્જી કંપનીમાં સામેલ
ઉલ્લેખનીય છે કે, હાલ ભારત સહિત સમગ્ર વિશ્વમાં મોંઘવારીનો દોર ચાલી રહ્યો છે. ત્યારે વાહનોમાં ભાવ વધારો સામાન્ય લોકોને મોટી અસર કરી શકે છે.