Ahmedabad :
અમદાવાદની પશ્ચિમ વિસ્તારની બેઠકો ભાજપને ફળતી રહે છે પરંતુ પૂર્વ વિસ્તારની બેઠકો પર મૂશ્કેલી પડી રહી છે. કેમ કે, પૂર્વ વિસ્તારની બેઠકો પર કોંગ્રેસને ફાવતું જડે છે કેટલાક સમીકરણો અહીં કામ કરે છે. ખાસ કરીને જાતિગત સમીકરણો તેમજ બે કે ત્રણ ટર્મથી જીતતા નેતાઓને તેમની બેઠકો ફળી રહી છે. અમદાવાદની આ પાંચ બેઠકો કે, જેમાં દરિયાપુર, જમાલપુર-ખાડિયા, દાણીલીમડા ઉપરાંત બાપુનગર તેમજ અમરાઈવાડીનો સમાવેશ થાય છે. 2017માં અમદાઈવાડીને બાદ કરતા ચાર બેઠકોમાં કોંગ્રેસે જીતી મેળવી હતી જ્યારે અમરાઈવાડીમાં ભાજપ હારતું રહી ગયું હતું.
દાણીલિમડામાં 4 ટર્મથી કોંગ્રેસ
છેલ્લી ચાર ટર્મથી આ બેઠક પર કોંગ્રેસનો કબજો છે. 2017માં પણ કોંગ્રેસના શૈલેષ પરમારે 30,000 મતોની લીડથી આ બેઠક જીતી હતી. આ વખતે પણ અહીંથી શૈલેષ પરમારને ટિકિટ આપવામાં આવી છે, જેમની સામે ભાજપે નરેશ વ્યાસને મેદાનમાં ઉતાર્યા છે. નરેશ વ્યાસ ભૂતકાળમાં પણ અનેક આરોપોનો સામનો કરી ચૂક્યા છે.
બાપુનગર હિન્દીભાષી મતદારો વધુ છે
2017માં કોંગ્રેસના હિંમતસિંહ પટેલે ભાજપ સામે આ સીટ માત્ર 3,000 વોટથી જીતી હતી. આ વખતે તેમનું પુનરાવર્તન થયું છે પરંતુ અહીં હિન્દીભાષી વસ્તીને ધ્યાનમાં રાખીને ભાજપે ઉત્તર ભારતીય કાર્ડ રમ્યું છે. મૂળ ઉત્તર ભારતના રહેવાસી અને સરસપુર વોર્ડના કાઉન્સિલર દિનેશ કુશવાહનને મેદાને ઉતાર્યા છે.
આ પણ વાંચો… ફક્ત 5 હજારના રોકાણથી શરૂ કરો આ છોડની ખેતી, 4 લાખ સુધીની થશે કમાણી
દરિયાપુર એ કોંગ્રેસનો રહ્યો છે ગઢ
છેલ્લી ત્રણ ટર્મથી આ બેઠક પર કોંગ્રેસ જીતતું આવે છે. 2017માં ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે ભાજપના ભરત બારોટને હાર આપી હતી. આ વખતે ભાજપે 30 વર્ષથી સંગઠન સાથે જોડાયેલા પૂર્વ કાઉન્સિલર કૌશિક જૈનને મેદાને ઉતાર્યા છે. મુસ્લિમ મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવે છે.
જમાલપુરમાં 2012માં મળી હતી જીત
જમાલપુર-ખાડિયા ભાજપનો ગઢ છે. 2017ની ચૂંટણીમાં કોંગ્રેસના નેતા ઈમરાન ખેડાવાલાએ ભાજપના ભૂષણ ભટ્ટને હરાવ્યા હતા. 2012માં કોંગ્રેસમાં ભંગાણના કારણે ભૂષણ ભટ્ટે સમીર ખાનને હરાવ્યા હતા. આ વખતે અહીં જીત મળશે કે કેમ એ પણ જોવું રહ્યું કેમ કે, એઆઈએમઆઈએ અને AAP મેદાને છે.