Gujarat, EL News
ગુજરાત રાજ્ય પર હાલ ‘બિપરજોય’ નામના વાવાઝોડાનું સંકટ ઘેરાઈ રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 5 દિવસ રાજ્યમાં દરિયાકાંઠે સહિતના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ શકે છે અને ધોધમાર વરસાદ પણ વરસી શકે છે. રાજ્યના વડોદરા, વલસાડ, સુરત, નવસારી, જામનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી અને કચ્છ સહિતના વિસ્તારોમાં 12થી 16 જૂન દરમિયાન 90થી 125 કિ.મી.ની ઝડપે પવન સાથે મુસળધાર વરસાદ પડે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
15 જૂને આ વિસ્તારમાં રેડ એલર્ટ જાહેર
મળતી માહિતી મુજબ, અરબી સમુદ્રમાં સર્જાયેલુ ‘બિપરજોય’ વાવાઝોડું સતત આગળ વધી રહ્યું છે. વાવાઝોડાની અસરથી 12થી 16 જૂન વચ્ચે અમદાવાદ, વડોદરા સહિત રાજ્યમાં વરસાદની શક્યતા છે. દરમિયાન 90થી 125 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. કચ્છ, દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, મોરબીમાં 15 જૂનના રોજ અતિભારે વરસાદ પડવાની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પોરબંદરના દરિયામાં 30 ફૂટ ઊંચાં મોજાં ઊછળી રહ્યાં છે. જણાવી દઈએ કે, ગુજરાત પર આવી પડેલી કુદરતી આફતને પહોંચી વળવા તંત્રે તમામ પ્રકારની તૈયારીઓ કરી છે.
12થી 16 જૂન સુધી આ વિસ્તારમાં સામાન્યથી અતિભારે વરસાદની આગાહી
આ પણ વાંચો… રાજકોટમાં “ઉડતા પંજાબ” જેવી હાલત:
મીડિયા અહેવાલ મુજબ, અમરેલી, ગીર સોમનાથ, ધારી, ખાંભા સહિતના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. 13 જૂને ગાંધીનગર, અમદાવાદ, પાટણ, વડોદરા, આણંદ, સુરત, નર્મદા, ભરૂચ, ડાંગ, છોટાઉદેપુર, વલસાડ, તાપી, નવસારી, રાજકોટ, સુરેન્દ્રનગર, પોરબંદર, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છમાં જ્યારે 14મીએ અમદાવાદ, આણંદ, વડોદરા, સુરત, નર્મદા, ભરૂચ, તાપી, છોટાઉદેપુર, ડાંગ, વલસાડ, નવસારી, રાજકોટ, સુરેન્દ્રનગર, પોરબંદર, જામનગર, જૂનાગઢ, મોરબી, અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છમાં અને 15-16 જૂને કચ્છ, દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, મોરબીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની વધારે શક્યતા છે. આ સાથે જ બે દિવસ આ વિસ્તારમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.