25.9 C
Gujarat
December 22, 2024
EL News

કિસાન નિધિ યોજના / 14મા હપ્તાને લઈ મોટું અપડેટ આવ્યું સામે

Share
  Business, EL News

PM Kisan Nidhi 14th Installment: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના લાભાર્થીઓની આતુરતાનો અંત આવવા જઈ રહ્યો છે. કારણ કે લાભાર્થીઓની યાદી અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. મળતી માહિતી મુજબ, આ મહિનાના છેલ્લા સપ્તાહમાં 14મા હપ્તા માટે પાત્ર ખેડૂતોના ખાતામાં 2000-2000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે. એટલું જ નહીં આવા ખેડૂતોની યાદી પણ તૈયાર કરવામાં આવી છે, જેમના ખાતામાં 13મા હપ્તાનો લાભ પહોંચ્યો નથી. જો સરકાર દ્વારા બનાવવામાં આવેલા બંને નિયમોનું સંબંધિત ખેડૂતો દ્વારા પાલન કરવામાં આવે તો બંને હપ્તાનો લાભ એકસાથે તેમના ખાતામાં મોકલી શકાય છે.
PANCHI Beauty Studio
આ નિયમોનું પાલન કરવું છે જરૂરી

હકીકતમાં બે વર્ષ પહેલા સરકારે સ્કીમમાં છેતરપિંડી અટકાવવા માટે બે નિયમો બનાવ્યા હતા. જેમાં સૌ પ્રથમ યોજનાનો લાભ લેનાર દરેક ખેડૂત માટે ઇ-કેવાયસી કરાવવું જરૂરી છે. જો તમે હજુ સુધી eKYC કરાવ્યું નથી, તો તરત જ કરાવી લો. નહિંતર, આ વખતે તમને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો હપ્તો નહીં મળે. બીજી તરફ સરકાર દ્વારા એક વર્ષ પહેલા લાગુ કરાયેલો બીજો મહત્વનો નિયમ ભુલેખની ચકાસણીનો છે. જો તમે લાભાર્થી છો અને તમે આ બંને નિયમોનું પાલન કર્યું નથી, તો આજે જ તેને પૂર્ણ કરાવી લો. નહીંતર 14મો હપ્તો તમારા ખાતામાં નહીં પહોંચે.

આ પણ વાંચો…    પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર માટે તૈયારીઓ પૂરજોશમાં

2 કરોડ ખેડૂત રહ્યા હતા વંચિત

આપને જણાવી દઈએ કે, 27 ફેબ્રુઆરીએ પીએમ મોદીએ લગભગ 10 કરોડ ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો ટ્રાન્સફર કર્યો હતો. પરંતુ લગભગ 2 કરોડ ખેડૂતો 13મા હપ્તાથી વંચિત રહ્યા. જ્યારે તેની તપાસ કરવામાં આવી તો બહાર આવ્યું કે જે ખેડૂતોના ખાતામાં 13મા હપ્તાનો લાભ પહોંચ્યો નથી. તેવા ખેડૂતોએ EKYC અને જમીનની ચકાસણી કરાવી ન હતી. તેથી જ તેમને યોજનાનો લાભ આપવામાં આવ્યો ન હતો. જો સંબંધિત ખેડૂત 14મા હપ્તા પહેલા બંને નિયમોનું પાલન કરશે તો બંને હપ્તાનો લાભ એકસાથે મોકલવામાં આવશે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

ખેડૂતો માટે ખરાબ સમાચાર, છૂટક મોંઘવારી 6 ટકાને પાર

elnews

56 રૂપિયાથી 1000ને પાર પહોંચ્યો આ સ્ટોક,

elnews

બિઝનેસમાં નોકરી શોધનારાઓની લાગશે લાઇન

elnews

Leave a Comment

error: Content is protected !!