Rajkot, EL News
કોરોનાથી ડરવાની જરુર નથી કોરોના એક જીવનનો એક ભાગ છે. તેમ રાજકોટમાં કોરોના મામલે ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું હતું. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસો સામે આવી રહ્યા છે ત્યારે કોરોનાના કેસોમાં જોવા મળી રહેલી વધઘટને લઈને આરોગ્ય મંત્રીએ મહત્વનું નિવેદન આપ્યું હતું.
કોરોનાથી ડરવાની જરુર નથી તેમ ઋષિકેશ પટેલે કહ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે, કોરોના હવે જીવનનો એક ભાગ બની ગયો છે. કોરોનાના લક્ષણો સામાન્ય બની ગયા છે. લોકોએ ડરવાની નહીં પરંતુ સાવચેત રહેવાની જરુર છે તેમ તેમણે સજેશન આપ્યું હતું.
વેક્સિનને લઈને પણ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ખાતરી આપી હતી. વેક્સિનના જથ્થાની માંગણી કેન્દ્ર પાસેથી માંગી છે જ્યારે આવશે ત્યારે લોકો સુધી પહોંચાડવામાં આવશે. રાજકોટની મુલાકાત દરમિયાન આરોગ્ય મંત્રીએ આ વાત કહી હતી.
આ પણ વાંચો…આ રીતે તૈયાર કરો ટેસ્ટી દલિયા લાડુ, જાણો રેસીપી
ગુજરાતમાં કોરોનાના નવા કેસ સામે આવી રહ્યા છે. એક્ટિવ કેસનો આંકડો પણ વધી રહ્યો છે. સક્રિય કેસની સંખ્યા છેલ્લા કેટલાક દિવસથી વધી રહી છે. ત્યારે આ વીકમાં કેટલાક પેશન્ટના મૃત્યુ પણ થયા છે. ત્યારે અમદાવાદમાં સૌથી વધુ કોરોના કેસો સામે આવ્યા છે.
આ ઉપરાંત કોરોનાને લઈને 10 એપ્રિલના રોજ હોસ્પિટલમાં મોક ડ્રીલ પણ યોજવામાં આવશે. જેમાં હોસ્પિટલમાં તમામ સાધનો, ઓક્સિજન પ્લાન્ટ વગેરે બાબતે ચકાસણી કરવામાં આવશે.