Bhavnagar :
ભાવનગરમાં એરપોર્ટ જેવી આધુનિક સુવિધા સાથે નિર્માણ પામેલા ભાવનગર બસપોર્ટનું આગામી ૨૯મીના રોજ પ્રધાનમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. નવીનતમ બસ સ્ટેન્ડમાં અગાઉની તુલનાએ પ્લેટફોર્મની સંખ્યા વધારીને ૧૮ કરવામાં આવી છે. આ ઉપરાંત મુસાફરો માટે અન્ય સુવિધાઓ પણ જોડવામાં આવી છે. એસ. ટી. નિગમને નવીન બસ સ્ટેશનના બાંધકામ માટે ફાળવેલ સહાય થકી ભાવનગર એસ.ટી. વિભાગના ભાવનગર સેન્ટ્રલ બસ સ્ટેન્ડને રૂા.૧૧.૧૦ કરોડના ખર્ચે આર.સી..સી. ફ્રેમ સ્ટ્રક્ચરવાળા સુવિધાયુક્ત નવીન બનાવવામાં આવ્યું છે.
Advertisementતત્કાલિક મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ૨૨જૂન ૨૦૧૯માં બસપોર્ટનું ખાતમુહૂર્ત થયું હતુ. ત્યારબાદ કામમાં સતત વિલંબ અને પછી નેતાઓની રિબીન કાપવાની વાટે બસ સ્ટેન્ડનું લોકાર્પણ બે-ત્રણ માસથી ટલ્લે ચડયું હતું. હવે ૨૯મીના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાવનગર આવી રહ્યા છે, ત્યારે તેમના હસ્તે આધુનિક સુવિધાથી સજ્જ બસપોર્ટનું લોકાર્પણ કરાશે. આ માટે એસ.ટી. તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
આપણ વાંચો…લસણના ફાયદાઃ રોજ ખાલી પેટે લસણની 1 કળી ખાઓ, તમને થશે આ અદ્ભુત ફાયદા
ઉલ્લેખનિય છે કે, નવીનતમ બસ સ્ટેશનમાં કુલ ૨૭,૪૦૪ ચોરસ મીટરનું બાંધકામ કરવામાં આવ્યું છે. જેમાં ૧૮ પ્લેટફોર્મ, ૪ સ્ટોલ, ૧૭ દુકાન, મુસાફરો માટે ૧૨ યુશિનલ, ૦૭ શૌચાલય, ૦૫ બાથરૂમ અને દિવ્યાંગો માટે અલગ પ્રકારના શૌચાલય, સ્લોપીંગ રેમ્પ તેાજ ફાયર સેફ્ટીની સુવિધા ઉભી કરાઈ છે. આ અંગેની વિગતો આપતાં ભાવનગરના સિનિયર ડેપો મેનેજર કે.જે. મહેતાએ જણાવ્યું કે, આ બસ સ્ટેશનમાં અગાઉના સ્ટેશન જેવી સુવિધાઓ તો છે જ.
ઉપરાંત નવીન પ્રકારની આકટેક્ચરલ ડિઝાઇન સાથેનો બસ સ્ટેશનને લુક અપાયો છે. બસ સ્ટેશનમાં નિષ્કલંક મહાદેવ, અલંગ, કાળિયાળ અભિયારણ, સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના વિવિધ સ્થળોના ભાવનગરથી અંતર અને તેને દર્શાવતા ચિત્રો મુસાફરો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે તેમ ઉમેર્યું હતું.