Banaskantha:
લખાણી તાલુકા ના જસરા ગમે નીલ ગાય ની બંદૂકના ધડાકે ગોળી મારી હત્યા
લાખણી તાલુકાના જસરા ગામ માં મધ્યરાત્રી એ કોઈ અજાણ્યા શખ્સો એ નીલ ગાય ની ગોળી મારી હત્યા કરી હતી. નિલ ગાય ની હત્યા કરનાર નરા ધમ તત્વો એ નીલ ગાય નું ગળું પણ કાપી નાખ્યું હતું.
બંદૂક નો અવાજ સાંભળી ને લોકો આવતા આ નરાધમો ભાગી ગયા હતા. જો કે હાલના તબક્કે ૧ નીલ ગાય નો મૃતદેહ મળી આવ્યો છે અને ૨ નીલ ગાયો ની હત્યા કરવામાં આવી હોવાના પુરાવા મળી આવેલ છે.
ગામ લોકો નું કહેવું છે કે અંદાજે ૧૦૦ આસપાસ નીલ ગાયો ની હત્યા કરવામાં આવી હોઈ શકે છે. ગામના જીવદયા પ્રેમી ઓને ખબર પડતાં તાત્કાલિક ધોરણે સ્થળ ઉપર આવીને ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી.
ફોરેસ્ટ વિભાગે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે, આ સમાચાર ને લઈને જીવદયા પ્રેમીઓમાં ભભૂકતો રોષ ફેલાયો છે અને આવું કૃત્ય કરનાર સામે ઝડપી પાડી કાયદેસરની કાયવાહી કરવા માગ ઊઠી હતી…
To read more local news download El News :
https://play.google.com/store/apps/details?id=com.elnews



