Ahmedabad :
“દરેક ગુજરાતી થશે આયુષ્માન, સૌને મળશે પી.એમ.જે.એ.વાય.-માં યોજના હેઠળ “આયુષ્માનનું વરદાન“ અંતર્ગત અમદાવાદના પીરાણા ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્યના તમામ તાલુકા મથકે લાભાર્થીઓને ૫૦ લાખ આયુષ્માનકાર્ડ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદ જિલ્લામાં એક સાથે એક સમયે અંદાજિત ૩.૫૬ લાખ જેટલા આયુષ્માન કાર્ડના વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો…હેર કેર ટિપ્સઃ શેમ્પૂ કરતા પહેલા એલોવેરા જેલ માથાની ચામડી પર લગાવો, વાળને મળશે આ આશ્ચર્યજનક ફાયદા
પી.એમ.જે.એ.વાય –મા “ યોજનાનું સંયુક્ત નામ આપવામાં આવેલ છે. આ યોજના હેઠળ પ્રાયમરી, સેકન્ડરી તેમજ ટર્શરી બીમારી માટે કુટુંબદીઠ વાર્ષિક મહત્તમ રૂપિયા 5 લાખ સુધીની નિયત કરેલ પ્રોસીજરો માટે ઉત્તમ પ્રકારની કેશલેસ સારવાર આપવામાં આવે છે.
હાલમાં આ યોજના અંતર્ગત બાળકોને લગતા ગંભીર રોગો, કેન્સર, ઘૂંટણ અને થાપાના રીપ્લેશમેન્ટ; કિડની, ગંભીર ઈજાઓ, નવજાત કાન, નાક, ગળાના રોગો, સ્ત્રી રોગ, માનસિક રોગ, હૃદયનાં રોગો, કિડનીના આંખના સામાન્ય બીમારીથી લઇને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ જેવી ગંભીર તેમજ ખર્ચાળ બીમારીઓ માટે કુલ 2711 જેટલી નિયત પ્રોસીજરો/ઓપરેશનોનો લાભ મળવાપાત્ર છે.