29.2 C
Gujarat
December 21, 2024
EL News

ATGL સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશનમાં ₹. 15,000 કરોડનું રોકાણ કરશે

Share
Shivam Vipul Purohit, India:

CBG, E-મોબીલીટી અને LNG આઉટલેટના નેશનલ નેટવર્કની યોજના

અદાણી ટોટલ ગેસ (ATGL) તેના CGD (સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન) બિઝનેસમાં ₹. 15,000 કરોડ સુધીનું રોકાણ કરશે. ATGL પ્રાથમિક ઉર્જા મિશ્રણમાં પ્રાકૃતિક ગેસનો હિસ્સો 6% થી વધારીને 15% કરવાના ભારતના વિઝનથી ખૂબ જ ઉત્સાહિત છે. કંપનીએ વાર્ષિક અહેવાલમાં જણાવ્યું છે કે આગામી 5 થી 8 વર્ષમાં તેઓ ₹. 10,000 કરોડથી ₹. 15,000 કરોડનું રોકાણ કરવાની યોજના ધરાવે છે.

ATGL કંપનીના જણાવ્યા અનુસાર આગામી 3-5 વર્ષોમાં ઈ-મોબિલિટી ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણમાં ₹. 900-1,000 કરોડ, કમ્પ્રેસ્ડ બાયોગેસ (CBG) પ્લાન્ટ સ્થાપવા માટે ₹. 1,500-2,000 કરોડ અને ₹. 200-250 કરોડનું રોકાણ 50 એલએનજી ડિસ્પેન્સિંગ આઉટલેટનું નેશનલ નેટવર્ક બનાવવામાં કરશે. FY24 ના વાર્ષિક અહેવાલમાં તેમણે MSME અને લાંબા અંતરના પરિવહનને ફ્યુચર ગ્રોથના ડ્રાઇવર્સ તરીકે ઓળખાવ્યા છે કારણ કે તે બંને લો કાર્બન ઉત્સર્જનના વિકલ્પો છે.

કંપનીએ FY24માં 4%ના વધારા સાથે ₹. 4,813 કરોડની આવક અને ₹. 653 કરોડની PAT, 23%ની વૃદ્ધિ નોંધાવી છે. તેનું વેચાણ વોલ્યુમ 15% વધીને 865 MMSCM થયું છે. જે નેટવર્ક વિસ્તરણ અને કિંમત નિર્ધારણ વ્યૂહરચના દ્વારા સંચાલિત છે. ATGL તેની JV – IOAGPL સાથે મળીને, 9.76 લાખ ઘરોમાં સેવા આપે છે અને સમગ્ર દેશમાં 124 જિલ્લામાં 903 CNG સ્ટેશનનું સંચાલન કરે છે. તેની પાસે 600 થી વધુ EV ચાર્જિંગ સ્ટેશન કાર્યરત છે જેમાં 1,000 થી વધુ નિર્માણાધીન છે.

અદાણી ટોટલ ગેસ ભારતના નેચરલ ગેસ લેન્ડસ્કેપમાં વૃદ્ધિના આગામી તબક્કાને આગળ ધપાવવા MSME અને ભારે પરિવહનના સેગમેન્ટમાં તકો શોધે છે. આ બંને સેગમેન્ટમાં 160 MMSCMD કરતાં વધુની સંયુક્ત માંગની સંભાવના છે, જે લગભગ દેશની વર્તમાન કુદરતી ગેસની માંગની સમકક્ષ છે.

LTM બિઝનેસમાં કંપની હાલના ડીઝલ ગઝલિંગ લાંબા અંતરની ટ્રકો અને બસના કાફલાને LNGમાં રિટ્રોફિટ કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. ATGL આ સેગમેન્ટમાં OEM ટેક્નોલોજી પ્રદાતાઓ અને ફાઇનાન્સિંગ એજન્સીઓ જેવા મુખ્ય હિતધારકો સાથે વ્યૂહાત્મક ભાગીદારી દ્વારા LNG ઇકોસિસ્ટમનું નિર્માણ કરી રહ્યું છે. ટ્રાન્સપોર્ટરો માટે ઓપરેશનલ ખર્ચ ઘટાડવા ઉપરાંત, એલએનજી નોંધપાત્ર પર્યાવરણીય લાભો પ્રદાન કરે છે, જેમાં ગ્રીનહાઉસ ગેસ અને વાયુ પ્રદૂષકોના ઉત્સર્જનમાં ઘટાડો થાય છે.

ATGL એ મથુરા ખાતેના બરસાના CBG પ્લાન્ટના 600 TPD (ફેઝ-1) માંથી 225 TPD શ₹ કર્યા છે. કંપનીના આગામી બે પ્લાન્ટસ અમદાવાદમાં 500 TPD અને રાજકોટમાં 250 TPD – કમિશન તબક્કામાં છે. આ બંને મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ (MSW) આધારિત છે જે શહેરી કચરાના નિકાલમાં ખૂબ જ મદદરૂપ થશે.

LTM અને CBG બિઝનેસ બંને લાયસન્સ ફ્રી છે, એટલે કે ઓપરેટરો તેમના લાઇસન્સ વિસ્તારો બહાર પણ એકમો સેટ કરી શકે છે. સરકારે ભારતના એનર્જી બાસ્કેટમાં નેચરલ ગેસનો હિસ્સો 2030 સુધીમાં 15% સુધી લઈ જવાનું લક્ષ્ય નક્કી કર્યું છે, જે હાલમાં 6% છે. તેને અનુ₹પ કુદરતી ગેસનો વપરાશ હાલમાં 185 થી વધીને 500 MMSCMD થશે. નેચરલ ગેસ ટ્રંક પાઇપલાઇન નેટવર્ક હાલમાં ~24,600 કિમીથી વધીને ~34,000 કિમી થશે.

આ પણ વાંચો APSEZનું ESG ક્ષેત્રે મજબૂત નેતૃત્વ ક્લાઈમેટ ચેન્જની પહેલ માટે માન્યતા હાંસલ કરી

Related posts

સુરક્ષિત માતૃત્વની આગવી ઓળખ એટલે ફોર્ચ્યુન સુપોષણ કાર્યક્રમ

elnews

ગુજરાત પર 3.40 લાખ કરોડનું દેવું, આવતા વર્ષે વધુ વધી શકે છે,

elnews

ફક્ત 3 મહિના કામ કરીને કરોડપતિ બની જાય છે લોકો,

elnews

Leave a Comment

error: Content is protected !!