28.7 C
Gujarat
December 22, 2024
EL News

એશિયન દાનવીરોની યાદીમાં ગૌતમ અદાણીનું નામ

Share

Business:

ફોર્બ્સ દ્વારા પ્રકાશિત એશિયન દાનવીરોની યાદીની 16મી આવૃત્તિમાં ગૌતમ અદાણીનું નામ છે. ગૌતમ અદાણી એશિયાના ટોચના ત્રણ દાનવીરોમાં સામેલ છે આ ભારતીયોએ પણ ઘણી ચેરિટી કરી છે જેમાં આ નામો પણ સામેલ છે.

Measurline Architects
Click Advertisement To Visit

60 વર્ષીય ગૌતમ અદાણી અદાણી ગ્રુપના સ્થાપક છે. આ જૂથ ભારતમાં સૌથી મોટું પોર્ટ ઓપરેટર છે. આ જૂથ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કન્ઝ્યુમર ગુડ્સ, પાવર જનરેશન અને ટ્રાન્સમિશન અને રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે સંકળાયેલું છે. ગૌતમ અદાણી અદાણી જૂથના સ્થાપક છે. આ જૂથ ભારતમાં સૌથી મોટું પોર્ટ ઓપરેટર છે. આ જૂથ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કન્ઝ્યુમર ગુડ્સ, પાવર જનરેશન અને ટ્રાન્સમિશન અને રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે સંકળાયેલું છે.

 

આ પણ વાંચો…ગુજરાતના શહેરોમાં સાક્ષરતા દર વધુ ત્યાં જ મતદાન ઓછું

વિશ્વના સૌથી અમીર ઉદ્યોગપતિઓની યાદીમાં સામેલ ગૌતમ અદાણી પણ દાનવીરના મામલામાં પાછળ નથી. ફોર્બ્સ દ્વારા પ્રકાશિત એશિયન દાનવીરોની યાદીની 16મી આવૃત્તિમાં ગૌતમ અદાણીનું નામ ટોચના ત્રણમાં સામેલ કરવામાં આવ્યું છે. તેમના સિવાય એચસીએલ ટેક્નોલોજીસના શિવ નાદર, હેપીએસ્ટ માઈન્ડ્સ ટેક્નોલોજીના અશોક સૂતાના નામ આ યાદીમાં સામેલ છે. એશિયાના ટોચના દાતાઓની આ યાદી મંગળવારે જાહેર કરવામાં આવી હતી.

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી ગયા વર્ષે જૂનમાં તેમના 60મા જન્મદિવસના પ્રસંગે રૂ. 60,000 કરોડનું દાન આપ્યા બાદ આ યાદીમાં સ્થાન છે. ચેરિટી માટે આટલી મોટી રકમ ખર્ચવાની જાહેરાત કરીને તેઓ ભારતના સૌથી મોટા પરોપકારી બન્યા. આ રકમ આરોગ્ય, શિક્ષણ અને કૌશલ્ય વિકાસ પાછળ ખર્ચવાની છે. આ રકમ અદાણી પરિવાર ફાઉન્ડેશન દ્વારા ખર્ચવામાં આવશે જેની સ્થાપના વર્ષ 1996માં કરવામાં આવી હતી.

60 વર્ષીય ગૌતમ અદાણી અદાણી ગ્રુપના સ્થાપક છે. આ જૂથ ભારતમાં સૌથી મોટું પોર્ટ ઓપરેટર છે. આ જૂથ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કન્ઝ્યુમર ગુડ્સ, પાવર જનરેશન અને ટ્રાન્સમિશન અને રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે સંકળાયેલું છે. વર્ષ 2022માં ગૌતમ અદાણીની સંપત્તિમાં મોટો વધારો થયો છે. તેઓ થોડા સમય માટે વિશ્વના બીજા સૌથી ધનિક ઉદ્યોગપતિ પણ હતા. આ યાદીમાં બીજું ભારતીય નામ શિવ નાદરનું છે. છેલ્લા કેટલાક દાયકાઓ દરમિયાન, તેમણે શિવ નાદર ફાઉન્ડેશન દ્વારા પરોપકારી કાર્યોમાં તેમની સંપત્તિનો મોટો ભાગ ખર્ચ કર્યો છે. આ વર્ષે પણ તેમણે 1994માં સ્થાપેલા શિવ નાદર ફાઉન્ડેશનને આશરે રૂ. 11,600 કરોડનું દાન આપ્યું છે. તેનો ઉદ્દેશ્ય શિક્ષણ દ્વારા લોકોને સશક્તિકરણ કરીને સમાન અને યોગ્યતા આધારિત સોશાયટી બનાવવાનો હતો.

 

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

રેકોર્ડતોડ કમાણી / 9 હજારનું રોકાણ થઈ ગયું 1 કરોડ, આ એક શેરે કરાવી છપ્પડફાડ કમાણી

elnews

આ બેંકોના શેર દિવાળી પહેલા તમારા પોર્ટફોલિયોમમાં એડ કરો

elnews

ટામેટા હવે 155 રૂપિયા પ્રતિ કિલોને પાર,

elnews

Leave a Comment

error: Content is protected !!