Food Recipes:
રીંગણા તો તમે અલગ અલગ રીતે શાક ભજીયા વગેરેમાં ખાધા જ હશે પણ આજ એક અલગ રીતથી રીંગણને શેકીને ખીચડી, રોટલી, બ્રેડ સાથે ખાઈ શકો એવી રીત લઈને આવ્યા છીએ.
શેકેલ રીંગણાના સ્લાઈસ બનાવવા જરૂરી સામગ્રી
રીંગણા 1-2 મિડીયમ સાઇઝ ના
લસણ ની કણી 2-3 ની પેસ્ટ ( ઓપ્શનલ છે ના ખાતા હોય તો ના નાખવી)
લીલા ધાણા સુધારેલા, રીંગણ સુધારેલ, 2-3 ચમચી ઓલિવ ઓઈલ તેલ જરૂર મુજબ 4-5 ચમચી
મીઠું સ્વાદ મુજબ
મરી પાઉડર 1/8ચમચી
મિક્સ હર્બસ1/2 ચમચી
શેકેલ રીંગણા ના સ્લાઈસ બનાવવાની રીત
શેકેલ રીંગણા બનાવવા સૌપ્રથમ રીંગણા ને ધોઇ સાફ કરો ને કપડા થી કોરા કરી લ્યો ત્યાર બાદ રીંગણા ની ચાકુથી મિડીયમ જાડી ગોળ ગોળ રીંગ કાપી લ્યો ને એના પર સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી એક બાજુ પંદર વીસ મિનિટ મૂકો
હવે એક વાટકામાં તેલ, ઓલિવ ઓઈલ લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું ( રીંગણાં પર પહેલા નાખેલ છે તો એ મુજબ લેવું) ત્યાર બાદ એમાં લસણની પેસ્ટ, મરી પાઉડર, મિક્સ હર્બસ નાખી મિક્સ કરી ઢાંકી એક બાજુ મૂકો.
ત્યારબાદ રીંગણા ને કપડા થી કે પેપર નેપકીન થી દબાવી ને કોરા કરી લ્યો ત્યાર બાદ કડાઈમાં કે તવી પર અલગ અલગ રીંગણા ને મૂકી બને બાજુ ઉથલાવી ઉથલાવી ને ગોલ્ડન શેકી લ્યો બને બાજુ ગોલ્ડન શેકી લીધા બાદ પ્લેટ માં કાઢી લ્યો ને બીજા રીંગણા ને પણ ગોલ્ડન શેકી લ્યો.
હવે શેકેલ રીંગણા પર તૈયાર કરેલ મસાલા તેલ લાગવો અથવા એમાં બોળી. લ્યો અથવા તમે આ મસાલા તેલ માં રીંગણા ને શેકી પણ શકો છો ને તૈયાર શેકેલ રીંગણા ને બ્રેડ, રોટલી કે ખીચડી સાથે સર્વ કરો શેકેલ રીંગણા અને ઘરે બેઠા આનંદથી સ્વાદ ને માણી શકો છો.