Shivam Vipul Purohit, India:
• ક્લાઈમેટ ચેન્જના કામકાજ અને સપ્લાય ચેઈન એંગેજમેન્ટ માટે અદાણી પોર્ટ્સ CDP દ્વારા સન્માનિત
• APSEZ ને તેના મે ’24ના મૂલ્યાંકનમાં સસ્ટેનેલિટિક્સે તેનો શ્રેષ્ઠ ESG સ્કોર 11.3 આપ્યો
• પરિવહન માળખાના ક્ષેત્રમાં APSEZએ તેની ક્લાઈમેટ અગ્રણી તરીકેની સ્થિતિ બરકરાર રાખી
અમદાવાદ, ૧૪ જૂન, ૨૦૨૪: અદાણી પોર્ટ અને સ્પેશ્યલ ઇકોનોમિમક ઝોનને ક્લાયમેટ ચેન્જનો સામનો કરવા અને તેની સપ્લાય ચેઇનમાં એક મજબૂત જોડાણ કાર્યક્રમ દ્વારા શ્રેષ્ઠ પ્રયાસોના અમલીકરણ કરવા સંબંધી અસાધારણ પ્રયાસો માટે CDP દ્વારા માન્યતા આપવામાં આવી છે. ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ-ફિક્કી નવી દિલ્હી દ્વારા સંયુકત રીતે આાયોજીત આ એવોર્ડ ‘ક્લાઈમેટ એક્શન ઈન ઈન્ડિયાઃ રોલ ઓફ બિઝનેસીસ’માં એનાયત કરવામાં આવ્યો હતો
CDPએ અદાણી પોર્ટ્સ અને સેઝને ક્લાયમેટ ચેન્જ અને સપ્લાયર જોડાણ બંનેમાં નેતૃત્વ માટે બેન્ડ “A-”આપ્યું છે. કંપનીએ ઉત્સર્જનમાં ઘટાડો, ક્લાયમેટ ગવર્નન્સ, સપ્લાયરની સંલગ્નતા, સ્કોપ 3 ઉત્સર્જન અને જોખમ વ્યવસ્થાપન પ્રક્રિયાઓમાં તેની પહેલ માટે “A” નું સર્વોચ્ચ રેટિંગ હાંસલ કર્યું છે. માત્ર જૂજ કંપનીઓ જ દર વર્ષે ક્લાઈમેટ ચેન્જ અને સપ્લાય ચેઈન જોડાણ બંનેમાં લીડરશીપ બેન્ડમાં સ્થાન મેળવે છે.સસ્ટેઇનેલિટિક્સએ તેના તાજેતરના મૂલ્યાંકનમાં APSEZ ના ESG પ્રદર્શનને પણ અપગ્રેડ કર્યું છે.
11.3 ના સ્કોર સાથે અદાણી પોર્ટસ અને સેઝ હવે નગણ્ય ESG જોખમો (0-10 નો સ્કોર બેન્ડ) ધરાવતી કંપની તરીકે વર્ગીકૃત થવાથી ઘણી દૂર છે. વૈશ્વિક સ્તરે Sustainalytics દ્વારા રેટ કરાયેલી 16215 કંપનીઓમાંથી, APSEZ પાસે 95 પર્સેન્ટાઈલ સ્કોર છે. વધુમાં APSEZ એ પોર્ટ સેક્ટરમાં નીચા કાર્બન ટ્રાન્ઝિશન રેટિંગમાં ટોચની ક્રમાંકિત કંપની તરીકે તેની સ્થિતિ જાળવી રાખવામાં કામિયાબ રહી છે, જે છેલ્લા કેટલાક વર્ષોમાં મજબૂત સુધારો દર્શાવે છે.
આ સિદ્ધિઓ પરત્વે પ્રતિભાવ આપતા APSEZના મુખ્ય કારોબારી અધિકારી શ્રી અશ્વિની ગુપ્તાએ જણાવ્યું હતું કે APSEZ ખાતે કાર્બન ઉત્સર્જન ઘટાડવાના સંકલિત પ્રયાસો સાથે, ટકાઉપણા માટે અમે અમારી પ્રતિબદ્ધતામાં મક્કમ છીએ. અમારા ESG પ્રદર્શનમાં સતત સુધારણા અને બહુવિધ ESG રેટિંગ એજન્સીઓ દ્વારા સોંપાયેલ ‘ક્લાઇમેટ લીડરશિપ પોઝિશન’થી અમોને આનંદ છે. હવે રિન્યુએબલ કેપેસિટી ડિપ્લોયમેન્ટ અને ટ્રાન્સપોર્ટેશન હરીત કરીને 2040 સુધીમાં નેટ ઝીરો હાંસલ કરવા માટેની પ્રતિબદ્ધતા પર અમે કામ કરી રહ્યા છીએ.
S&P ગ્લોબલ કોર્પોરેટ સસ્ટેનેબિલિટી એસેસમેન્ટ (CSA) ૨૦૨૩માં APSEZ વૈશ્વિક સ્તરે 96 પર્સન્ટાઈલ સાથે ટોચની ૧૫ કંપનીઓમાં રેન્કીગ મેળવ્યું છે અને ગ્લોબલ ટ્રાન્સપોર્ટેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રના 334 ખેલાડીઓમાંથી આ યાદીમાં એકમાત્ર પોર્ટ ઓપરેટર હોવાનું માનવામાં આવે છે. APSEZએ આકારણીના પર્યાવરણીય પરિમાણમાં સર્વોચ્ચ સ્કોર મેળવ્યો છે જેમાં આબોહવા સૂચકાંકો અને વ્યૂહરચના માટે 56% ભારાંક છે.
વધુમાં APSEZ ને મૂડીઝ તરફથી છેલ્લા એનર્જી ટ્રાન્ઝિશન રેટિંગમાં ‘એડવાન્સ્ડ’ રેટિંગ મળ્યું હતું, જે તેની નેતૃત્વની સ્થિતિને દર્શાવે છે. મૂડીઝે 2022માં પર્યાવરણીય, સામાજિક અને ગવર્નન્સના ધોરણે APSEZ નું મૂલ્યાંકન પણ કર્યું હતું, જેમાં કંપનીએ ટ્રાન્સપોર્ટ અને લોજીસ્ટિક્સ સેકટરમાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો અને વૈશ્વિક ઊભરતાં બજારોમાં તમામ ક્ષેત્રો/ઉદ્યોગોમાં નવમું. ભારતમાં, APSEZ તમામ ક્ષેત્રોમાં ESG પ્રદર્શન પર પ્રથમ ક્રમે હતું.