Narmada EL News
નર્મદા જિલ્લાના ખેડુતોને ખેતીવાડી ખાતાની કૃષિ ક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ અંતર્ગત ડ્રોનથી છંટકાવ ઘટક માટે ઓનલાઇન અરજીઓ માટે 5 જુલાઇથી આઈ-ખેડુત પોર્ટલ ખુલ્લું મૂકાશે.
ખેડુતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘરઆંગણે આસાનીથી મળી રહે તે હેતુસર www.ikhedut.gujarat.gov.in પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે. આ પોર્ટલ મારફત વર્ષ ૨૦૨૩-૨૪ માટે સહાય અરજીઓ મેળવવાની થાય છે.
રાજ્યના ખેડુતોને ખેતીવાડી ખાતાના આઇ ખેડુત પોર્ટલ પર કૃષિ ક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેકનોલોજી (કૃષિ વિમાન)નો ઉપયોગ અંતર્ગત ડ્રોનથી છંટકાવ ઘટકનો મહત્તમ લાભ મળી રહે તે આશયથી રાજ્ય સરકારએ સને ૨૦૨૩-૨૪ માટે આઇ ખેડુત પોર્ટલ તારીખ ૦૫-૦૭-૨૦૨૩ ના રોજ ખેડુતો દ્વારા ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લું મુકવામાં આવશે.
આ પણ વાંચો… ટામેટા હવે 155 રૂપિયા પ્રતિ કિલોને પાર,
વધુમાં આ વર્ષે અરજીઓ મેળવવા બાબતે સુધારો કરી લક્ષ્યાંકની ૧૧૦% મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે અરજીઓ ઓનલાઇન થાય તે મુજબ નક્કી થયેલ છે. જે ધ્યાને લઇ રાજયના ખેડુતોએ આ ઘટકોમાં સહાય મેળવવા માટે ઓનલાઇન અરજી કરી, અરજીની નકલ પોતાની પાસે રાખવાની થાય છે. પૂર્વ મંજુરી મળ્યેથી અરજીની નકલ સાથે જરૂરી સાધનિક દસ્તાવેજ આપને સબંધિત કચેરીએ મોકલવાના રહેશે. જેની જિલ્લાના ખેડૂતોને નોંધ લેવા જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા એક યાદીમાં જણાવ્યું છે.