19.5 C
Gujarat
December 22, 2024
EL News

શહેરમાં સાયકલ,સ્કુટર વેચાણ અંગે શહેર કમિશનરનું જાહેરનામું

Share
Ahmedabad, EL News

ભૂતકાળમાં જાહેર જનતાની અવર-જવર વધુ પ્રમાણમાં થતી હોય તેવા સ્થળો જેવા કે, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, સરકારી કચેરીઓ, પર્યટન સ્થળો વગેરે જગ્યાઓ પર સાયકલ, મોટર સાયકલ કે ફોર વ્હીલરમાં બોમ્બ જેવી વિસ્ફોટક સામગ્રીઓ ગોઠવીને બ્લાસ્ટ થકી ભયાવહ કૃત્યને અંજામ આપવામાં આવેલ છે.

Measurline Architects

ભવિષ્યમાં પણ આવી ઘટનાઓની શકયતા નકારી શકાય નહીં. આથી જી.એસ.મલિક, પોલીસ કમિશનર, અમદાવાદ શહેર કે જેમને ફોજદારી કાર્યરીતી અધિનિયમ સને-૧૯૭૩
(૧૯૭૪ના નં ૨)ની કલમ ૧૪૪ અન્વયે મને મળેલ સત્તાની રૂએ જાહેરનામા અંતર્ગત આ મુજબના હુકમો કર્યા હતા.

અમદાવાદ શહેર પોલીસ કમિશનર વિસ્તારમાં સાયકલ વેચનાર તેમજ બેટરીથી ચાલતા સ્કુટર વેચનાર દુકાનો ધરાવનારા માલિકો, મેનેજરો, સંચાલકો, એજન્ટોએ જ્યારે જ્યારે આવા સાયકલ સ્કુટર વેચવામાં આવે ત્યારે તેઓએ નીચે મુજબની

આ પણ વાંચો…વડોદરા: MS યુનિ.માં ફરી મારામારી, બંને વિદ્યાર્થીઓ વચ્ચે પટ્ટાવાળી થતા ચકચાર

સુચનાઓનું અવશ્ય પાલન કરવું :

(૧) સાયકલસ્કુટર ખરીદનારને અવશ્ય બિલ આપવું અને તેની સ્થળ પ્રત કબજામાં રાખવી,
(૨) વેચાણ લેનાર ગ્રાહકનું ડ્રાઈવીંગ લાયસન્સ, પાનકાર્ડ, ઈલેક્શન કાર્ડ, રેશનકાર્ડ, આધારકાર્ડ કે નોકરી કરતાં હોય તો ત્યાંનું ઓળખ પત્ર કે શૈક્ષણિક સંસ્થાનું પ્રમાણપત્ર કે સ્થાનિક અગ્રણીઓ જેવાં કે મ્યુનિસિપલ કોર્પોરેટર, ધારાસભ્ય, સંસદ સભ્ય, કોઈપણ ખાતાના રાજયપત્રિત અધિકારી તરફથી મેળવેલ ઓળખપત્ર, પ્રમાણપત્ર પૈકી કોઈપણ એક વૈધ (valid) પુરાવો ઓળખ માટે ગ્રાહક પાસેથી આવી સાયકલ બેટરીથી ચાલતા સ્કુટર વેચાણ કરનારે મેળવવાનો રહેશે.
(૩) બિલમાં ખરીદનારનું પુરૂ નામ-સરનામું, સંપર્ક માટે ટેલીફોન/મોબાઈલ નંબર લખવો.
(૪) વેચાણ બિલમાં સાયકલ/સ્કુટરનો ફ્રેમ નંબર/ચેચીસ નંબર અવશ્ય લખવો.

આ હુકમ તા.૩૦ ઓગસ્ટથી ૨૮ ઓક્ટોબર સુધી અમલમાં રહેશે. આ હુકમ અન્વયે અમદાવાદ કમિશ્નરેટમાં ફરજ બજાવતા ખાસ, સંયુક્ત અધિક પોલીસ કમિશનરના દરજ્જાથી પોલીસ સબ ઇન્સપેકટર સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે ભારતીય દંડ સહીતાની કલમ-૧૮૮ મુજબ ફરિયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

રાજકોટમાં ડેંગ્યૂના ૧૬ કેસ નોંધાતા, તંત્ર દોડતું થયું

elnews

હવે ક્યારે લેવાશે જુનિયર ક્લાર્કની પરીક્ષા

elnews

GMSLCના ગોડાઉનમાં દવાનો જથ્થો સગેવગે કરવા કાર્યવાહી

elnews

Leave a Comment

error: Content is protected !!