25.9 C
Gujarat
December 22, 2024
EL News

એક અમુલ ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરતા કર્મચારીએ કર્યો અગ્નિસ્નાન

Share
 Rajkot, EL News

રાજકોટમાં થોડા સમય પહેલા અમુલ ઈન્ડસ્ટ્રીઝને બે કર્મીઓએ કલેકટર કચેરીએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. ત્યારે ફરી એક વાર અમુલ ઇન્ડસ્ટ્રીઝ ચર્ચામાં આવી છે જેમાં કર્મચારી વિક્રમભાઈ બકુત્રાએ કાલાવડ પાસે અગ્નિસ્નાન કરતા ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના રાજકોટના કાલાવડ પાસેની છે જ્યાં અમુલ ઇન્ડસ્ટ્રીઝના કર્મચારી વિક્રમભાઈ બકુત્રાએ અગ્નિસ્નાન કર્યું હતું. ત્યારે કર્મચારીને સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો.

PANCHI Beauty Studio

જ્યાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. વિક્રમભાઈએ અબતક મીડિયા સાથેની વાતચિતમાં જણાવ્યું હતું કે તેમને આર્થિક ભીષણના કારણે આ પગલું ભર્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે હું અમુલ ઇન્ડસ્ટ્રીઝમાં નોકરી કરું છુ. મારો પગાર ૬ મહિનાથી કરવામાં આવ્યો નથી. નીતિન ભાઈ સુરેશ ભાઈ અને તેના ભાગીદારો દ્વારા છેલ્લા ૬ મહિનાથી પગાર ન દેતા મારા ઘરની પરિસ્થિતિ ખરાબ થવાના કારણે આ પગલું ભરવું પડ્યું હતું.

સહકર્મચારી સાથેની વાતચીતમાં તેમને જણાવ્યું હતું કે અમારો ૬ મહિનાથી પગાર રોકી રાખવામાં આવ્યો છે. અમે જયારે પણ પગારનું કહીયે છીએ ત્યારે અમને કહે છે કે તમે લેબર કોર્ટમાંથી લઇ લેજો તેમ માનસિક ત્રાસ આપવામાં આવે છે.

આ પણ વાંચો… અમદાવાદ – 50 લાખની આંગડિયાની ચોરીના ગુનેગારો પકડાયા,

ત્યારે અમારા ભાઈએ પેટ્રોલ છાંટીને અગ્નિસ્નાન કર્યું હતું. આની પહેલા પણ કર્મચારી દ્વારા આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અમે લેબર કમિશ્નરે અને લેબર કોર્ટ દ્વારા પણ વારંવાર રજૂઆત કરી છે છતાં અમને ન્યાય મળતો નથી. અમારી એક જ અરજ છે કે આગળ જતા આવી ઘટના ન બને તે માટે અમને જલ્દી ન્યાય મળે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

આજના યુગમાં ઘરે બેઠા બેઠા નાના મોટા બિઝનેસ કરી શકાય છે.

elnews

Ankleshwar: ઇકો કારમાં દારુ સાથે રૂ.3.11 લાખનો મુદ્દામાલ જપ્ત..

elnews

સુરત : પલસાણાના તુંડી ગામે ફાર્મ હાઉસમાં જુગાર રમતા 11 ઝડપાયા

elnews

Leave a Comment

error: Content is protected !!