Gujarat:
મહાનાયક અમિતાભ બચ્ચન આગામી તારીખ 26 ના જૂનાગઢના ભવનાથમાં આવેલ ગૌરક્ષનાથ આશ્રમની મુલાકાત લે અને સોમનાથ મહાદેવના દર્શન માટે જાય એવી શક્યતા છે.
જોકે આ વાત સાચી ઠરે તો એકાદ દસકા પૂર્વે ખુશ્બુ ગુજરાત કે એડ ફિલ્મના શૂટિંગ માટે આવ્યા બાદ જૂનાગઢમાં તેમની બીજી મુલાકાત બની રહેશે પરંતુ મહાનાયક કોરોનાથી સંક્રમિત થતા આ મુલાકાત હાલ મોકૂફ રહેલ છે.
ભવનાથ ખાતે આવેલા ગૌરક્ષ નાથ આશ્રમની મુલાકાત લેશે
સદીના મહાનાયક અમિતાભ બચ્ચન પરિવાર સાથે આગામી તારીખ 26 ના જૂનાગઢની મુલાકાતે આવી રહ્યા હોવાની વાત આજે બપોર થી સોશિયલ મીડિયામાં પ્રસરી છે.
તેઓ ભવનાથ ખાતે આવેલા ગૌરક્ષ નાથ આશ્રમની મુલાકાત લેશે અને રોપવે ચાલુ હશે તો ગિરનાર પર આવેલા અંબાજી મંદિરે જશે એમ પણ ચર્ચા છે.
આ ઉપરાંત તેઓ સોમનાથ મહાદેવના દર્શન કરવા જાય એવી પણ શક્યતા છે. દરમિયાન જૂનાગઢમાં શુક્રવારે અમિતાભ બચ્ચન ગૌરક્ષનાથ આશ્રમ ખાતે આવી રહ્યા ની વાતને આશ્રમના મહંત શેરનાથ બાપુ એક તબક્કે સમર્થન આપ્યા બાદ એવી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે હવામાન કેવું છે તેના પર આધાર રહેવાનો હોવાથી આગમન વિશે બુધવારે જ પોળ પાડી શકાશે જૂનાગઢની તેમની મુલાકાત નું આયોજન પણ હાલ જાહેર નથી કરાયું.
આ પણ વાંચો..લમ્પી વાઈરસનો વધતો જતો કહેર.
જ્યારે પોલીસ અને વહીવટી તંત્ર પાસે આ બાબતે કોઈ સત્તાવાર કાર્યક્રમ આવ્યો ન હોવાનું જાણવા મળ્યું છે.
નોંધનીય છે કે મહાનાયક બીગ બી અગાઉ એકાદ દસકા પૂર્વે જુનાગઢ ખુશ્બુ ગુજરાત કી એડ ફિલ્મના શૂટિંગ માટે આવ્યા હતા તે વખતે તેઓ ઉપરકોટ ખાપરા કોડીયાની ગુફા ખાતે શૂટિંગ કર્યું હતું.
પરંતુ હાલ મહાનાયક અમિતાભ બચ્ચન કોરોનાથી સંક્રમિત થયા હોવાનું પોતે જાહેર કર્યું છે જેથી હાલ આ પ્રોગ્રામ મોકૂફ રહે તેમ છે.