Ahmedabad :
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોન હદ વિસ્તારમાં ટી.પી. રસ્તા પરના દબાણ, જંક્શન પરના દબાણ, મ્યુનિ.રીઝર્વ પ્લોટમાં થયેલ દબાણ તેમજ બિન-પરવાનગીના બાંધકામો દુર કરવાની ઝુંબેશના ભાગરૂપે એસ્ટેટ અને નગર વિકાસ વિભાગ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી.
– નિકોલ વોર્ડમાં મનમોહન ચાર રસ્તા થી આંજણા ચોક થઇ રસપાન પાર્ટી પ્લોટ થઇ ડી-માર્ટ સુધીના ટી.પી.રસ્તા પરથી ૦૪-નંગ લારી, ૦૧-નંગ વજન કાંટો, ૦૧-નંગ લોખંડનો બાંકડો, ૧૯-નંગ નાના/મોટા બોર્ડ તથા ૩૧-નંગ પરચુરણ માલ-સામાન જપ્ત કરવામાં આવ્યા.
– રામોલ-હાથીજણ વોર્ડમાં હાટકેશ્વર સર્કલ થી નાગરવેલ હનુમાન થઇ મેટ્રો રૂટ થઈ રબારી કોલોની ચાર રસ્તા થઈ રાજેન્દ્ર પાર્ક ચાર રસ્તા થઇ સોનીની ચાલી સુધીના ટી.પી.રસ્તા પરથી ૦૧-નંગ જૂની સાયકલ, ૦૨-નંગ પીપ, ૦૨-નંગ ભંગાર લાકડાની પેટી, ૦૩-નંગ સ્ટીલની પેટી, ૦૧-નંગ ફોલ્ડીંગ ખાટલો, ૦૧-નંગ ભંગાર જાળી, ૦૧-નંગ લોખંડનો ચુલ્લો, ૦૨-નંગ ચારણા, ૦૩-નંગ પ્લાસ્ટીકના કેરબા, ૦૪-નંગ પ્લાસ્ટીકની ડોલ, ૦૨-નંગ તગારા, ૧૫-નંગ નાના/મોટા બોર્ડ તથા ૩૭-નંગ પરચુરણ માલ-સામાન જપ્ત કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો…સાંધાના દુખાવાથી સૂર્યમુખીના તેલની મદદથી મળશે રાહત
– ઓઢવ વોર્ડમાં ઓઢવ ફાયર સ્ટેશન થી ભવાનીનગર થઇ હસ્તીનાપુર સોસાયટી થઇ ઓઢવ બી.આર.ટી.એસ. રોડ તથા ૧૦૦ ફૂટ વિરાટનગર સુધીના ટી.પી.રસ્તા પરથી ૦૧-નંગ પેન્ડલ સાયકલ, ૦૧-નંગ મોટો સોફા, ૦૧-નંગ પાણીનું પીપ, ૦૧-નંગ ફૂલની પેટી, ૦૧-નંગ લોખંડનો ખાટલા, ૧૨-નંગ નાના, મોટા બોર્ડ તથા ૨૧-નંગ પરચુરણ માલ-સામાન જપ્ત કરવામાં આવ્યો.
આમ, પૂર્વ ઝોનમાં આવેલા નિકોલ, રામોલ-હાથીજણ તથા ઓઢવ વોર્ડનાં ટી.પી.રસ્તા પરથી ૦૪-નંગ લારી, ૦૧-નંગ પેન્ડલ સાયકલ, ૦૧-નંગ જૂની સાયકલ, ૦૧-નંગ વજન કાંટો, ૦૧-નંગ લોખંડનો બાંકડો, ૦૩-નંગ પીપ, ૦૨-નંગ ભંગાર લાકડાની પેટી, ૦૩-નંગ સ્ટીલની પેટી, ૦૨-નંગ ખાટલો, ૦૧-નંગ ભંગાર જાળી, ૦૧-નંગ લોખંડનો ચુલ્લો, ૦૨-નંગ ચારણા, ૦૩-નંગ પ્લાસ્ટીકના કેરબા, ૦૪-નંગ પ્લાસ્ટીકની ડોલ, ૦૨-નંગ તગારા, ૦૧-નંગ મોટો સોફા, ૦૧-નંગ ફૂલની પેટી, ૪૬-નંગ નાના/મોટા બોર્ડ તથા ૮૯-નંગ પરચુરણ માલ-સામાન જપ્ત કરવામાં આવ્યો.
આગામી દિવસોમાં પણ ટી.પી. રસ્તા પરના દબાણ દુર કરવાની કાર્યવાહી જારી રાખવામાં આવશે.