Breaking News, EL News
અમેરિકામાં એક મોટા આતંકવાદી ષડયંત્રનો પર્દાફાશ થયો છે. પોલીસે આ કાવતરાના સંબંધમાં 17 વર્ષના કિશોરની ધરપકડ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ છોકરાના સંબંધ અલકાયદા સાથે હતા. આ છોકરો મોટા હુમલાની તૈયારી કરી રહ્યો હતો. તેની પાસેથી જપ્ત કરાયેલ વસ્તુઓમાં વ્યૂહાત્મક સાધનો, વાયર, કેમિકલ્સ અને રિમોટ ડિટોનેટર તરીકે ઉપયોગમાં લેવાતા ઉપકરણોનો સમાવેશ થાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આરોપી આ સામગ્રીમાંથી મોટા પાયે હુમલો કરનાર હથિયારો બનાવી રહ્યો હતો.
વિસ્ફોટક સામગ્રી બનાવી રહ્યો હતો આરોપી
એફબીઆઈના સ્પેશિયલ એજન્ટ જેક્લીન મેગ્વાયરના જણાવ્યા અનુસાર, આરોપીએ માત્ર આ વસ્તુઓ એકઠી જ કરી ન હતી, પરંતુ તેણે તેને ભેગી કરીને વિસ્ફોટક સામગ્રી બનાવવાનું કામ પણ શરૂ કરી દીધું હતું. એફબીઆઈએ કહ્યું કે તેની પાસેથી ઘણી બંદૂકો પણ મળી આવી છે. આરોપી પર જે આરોપ લગાવવામાં આવ્યા છે તે ફિલાડેલ્ફિયામાં આતંકવાદી પ્રવૃતિઓ માટે લાગેલા અત્યાર સુધીના સૌથી ગંભીર આરોપો છે.
આ પણ વાંચો…અમેરિકામાં અલ કાયદાના મોટા આતંકી કાવતરાનો પર્દાફાશ
ફિલાડેલ્ફિયાના ડિસ્ટ્રિક્ટ એટર્ની લેરી ક્રાસનેરે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું- FBIની જોઈન્ટ ટેરરિઝમ ટાસ્ક ફોર્સના કારણે કાઉન્ટીમાં આજે મોટો આતંકી હુમલો ટળી. આ હુમલાનું આયોજન એક વિકૃત વિચારના નામે કરવામાં આવી રહ્યું હતું જે વાસ્તવમાં કોઈપણ ધર્મના લોકોની માનસિકતા, મંતવ્યો અથવા માન્યતાઓને રજૂ કરતું નથી.
અલ-કાયદા સંબંધિત આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલો હતો યુવક
ફિલાડેલ્ફિયાના યુવક વિરુદ્ધ તપાસ ત્યારે શરુ થઈ જયારે FBIને તેના કતિબત-અલ-તૌહીદ-વાલ-જેહાદ (KTJ) આતંકવાદી સંગઠન સાથે જોડાયેલા હોવાના સંકેત મળ્યા હતા. KTJ અલ-કાયદા સાથે સંબંધ ધરાવે છે. આ પછી, એફબીઆઈએ કિશોરની ઓળખ કરી અને તેની સામે તપાસ શરૂ કરી. આ દરમિયાન તેની જાસૂસી પણ કરવામાં આવી હતી. જ્યારે એફબીઆઈને પુષ્ટિ થઈ કે યુવક આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ છે, ત્યારે પોલીસ દળ તેના ઘરે પહોંચ્યું જ્યાં તેની ધરપકડ કરવામાં આવી અને તેની તલાશી લેવામાં આવી.