16.4 C
Gujarat
December 22, 2024
EL News

અમદાવાદની એચ.એ. કોલેજમાં જયશ્રી રામના નારા લાગ્યા

Share
Ahmedabad :

અમદાવાદની એચ.એ. કોલેજના ક્લાસમાં વિદ્યાર્થીઓએ જય શ્રી રામના નારા લગાવતા પ્રિન્સિપાલે માફીપત્ર લખાવ્યો હતો. જેથી નારાજ થયેલા એબીવીપીના કાર્યકરોઓએ પ્રિન્સિપાલની ઓફિસ બહાર હોબાળો કર્યો હતો આ ઉપરાંત ત્યાં હનુમાન ચાલીસા કરીને વિરોધ નોંધાવ્યો હતો.

PANCHI Beauty Studio
Advertisement

અમદાવાદના એચ.એ. બે દિવસ પહેલા કોલેજમાં સેમેસ્ટર-1ના વિદ્યાર્થીઓ લેક્ચર પૂરા થયા બાદ જય શ્રી રામના નારા લગાવી રહ્યા હતા. સૂત્રોચ્ચાર ચાલુ હતા ત્યારે એક પ્રોફેસર વર્ગમાં પ્રવેશ્યા. આ પછી સૂત્રોચ્ચાર કરતા પાંચ વિદ્યાર્થીઓને કોલેજના પ્રિન્સિપાલ પાસે લઈ જવામાં આવ્યા હતા. કોલેજમાં વિવાદ વકરતાં પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓને ઉપદ્રવ સર્જવા બદલ માફી પત્ર લખાવ્યો હતો. ત્યારે ABVP દ્વારા આચાર્યની ઓફિસ બહાર હનુમાન ચાલીસા કરી વિરોધ કર્યો હતો.

આ પણ વાંચો…સુરત જિલ્લામાં 12 વાગ્યા સુધીમાં થયેલા મતદાનની ટકાવારી

મળતી વિગતો અનુસાર કોલેજના પ્રિન્સિપાલ સંજય વકીલે આ મુદ્દે વિદ્યાર્થીઓને માફી પત્ર લખાવ્યો હતો નહીંતર કોલેજમાંથી કાઢી મુકવામાં આવશે. આ સમગ્ર મામલે ABVP દ્વારા કોલેજમાં ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. ભગવાનનું નામ લેવા બદલ માફી પત્ર લખતી વખતે એબીવીપીએ માફીપત્ર લખનાર આચાર્ય સંજય વકીલની કેબિનની બહાર બેસીને હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા. એબીવીપીના કાર્યકરોએ પણ હેડમાસ્તરનો વિરોધ કર્યો હતો. જો કે, બાદમાં પ્રિન્સિપાલે પોતાની ભૂલ સ્વીકારી લીધી અને એબીવીપીના કાર્યકરો સાથે જય શ્રી રામના નારા લગાવ્યા.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

અટલ ફૂટ બ્રિજ પર ચાલવા માટે આપવા પડશે રૂપિયા

cradmin

ગાંધીનગર – સીએમની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક

elnews

વડોદરામાં માલધારીઓની દૂધ હડતાળથી લોકો પરેશાન

elnews

Leave a Comment

error: Content is protected !!