Ahemdabad, EL News
અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર 20 જુલાઈની રાતે થાર અને ડમ્પર વચ્ચે થયેલા અકસ્માતને જોવા માટે લોકોનું ટોળું ભેગું થયું હતું. આ દરમિયાન એક પૂરપાટ ઝડપે આવતી જેગુઆર કારે ટોળાને અડફેટે લેતા 9 જેટલા લોકો 30 ફૂટ ફંગોળાઈને મોતને ભેટ્યા હતા. આ અક્સમાતમાં ત્યાર સુધી 10 લોકોના મોત થયા છે. જ્યારે જેગુઆર કારના ચાલક તથ્ય પટેલની સાથે તેના પિતા પ્રજ્ઞેશ પટેલ અને તથ્યની સાથે અકસ્માત સમયે કારમાં બેઠેલા બે યુવક અને ત્રણ યુવતીની પણ ધરપકડ કરવામાં આવી રહી છે.
આ અક્સમાત બાદ મૃતકોના પરિવારજનો સાથે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે હાઈકોર્ટે પણ આ કેસ મામલે સરકારને સવાર કર્યા છે. મીડિયા અહેવાલ મુજબ, હાઈકોર્ટે ઈસ્કોન બ્રિજ અકસ્માત અંગે સરકારને સવાલ કર્યા છે. હાઈકોર્ટે સરકારને પૂછ્યું કે જાહેર માર્ગો પર સ્ટંટ રોકવા સરકાર દ્વારા શું પગલાં લેવામાં આવી રહ્યા છે? હાઈકોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે, શહેરમાં નબીરાઓ ખુલ્લેઆમ કાયદાનો ભંગ કરે છે ત્યારે તેમની સામે શું કાર્યવાહી કરવામાં આવી રહી છે?
બિસ્માર બનેલા માર્ગો અંગે પણ હાઈકોર્ટના સવાલ
આ પણ વાંચો… સુરત: નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ સાથે કર્મચારીઓને પણ હેરાનગતિ,
ઉપરાંત, હાઈકોર્ટે કહ્યું કે, કાયદાનો ભંગ કરનારાઓને કાયદાનો ડર બેસાડવો એ સરકારનું કામ છે. આ ઉપરાંત, હાઈકોર્ટે સરકારને શહેરમાં બિસ્માર બનેલા માર્ગો અંગે પણ સવાલ કર્યા હતા. ચોમાસામાં શહેરમાં મોટાભાગના માર્ગ બિસ્માર બન્યા છે. જ્યારે કેટલીક જગ્યાએ તો મસમોટા ભુવા પડતા રોડ બંધ કરવાની ફરજ પડી છે, જેના કારણે નાગરિકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. ત્યારે આ મામલે સરકાર અને તંત્ર દ્વારા શું કામગીરી કરવામાં આવી રહી છે તે અંગે સરકાર પાસે હાઈકોર્ટ દ્વારા જવાબ માગવામાં આવ્યો છે.