Ahmedabad, EL News
જનાદેશને સહજ સ્વીકારીએ છીએ. કર્ણાટકમાં કોંગ્રેસની જીત પર ગુજરાત કોંગ્રેસના નેતાઓએ પ્રથમ પ્રતિક્રીયા આપી હતી. જગદિશ ઠાકોરે કહ્યું હતું કે, કોંગ્રેસ કર્ણાટકમાં જનતાના ભરોસે જીતી છે.
ભાજપ કંઈ પણ કરીને કર્ણાટકની ચૂંટણી જીતવા માંગતી હતી. ભાદપ દ્વારા બિનજરુરી મુદ્દાઓને મુદ્દાઓ બનાવવામાં આવ્યા હતા. આ સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે, કોંગ્રેસે રાજસ્થાનમાં પણ લોકોને કરેલા વાયદાઓ પૂર્ણ કર્યા હતા.
કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય જીવનરક્ષક સાબિત થયો છે. સતત હારનો સામનો કરી રહેલી કોંગ્રેસ માટે આ એક ટર્નિંગ પોઈન્ટ બની ગયો છે. ખાસ કરીને કેટલાક રાજ્યોમાં હાર બાદ કર્ણાટકમાં કોંગ્રેસે કમાલ કરતા કાર્યકર્તાઓ અને નેતાઓ પણ જોમ પુરાયો છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના નેતાઓએ પણ તેમની પ્રતિક્રીયા આપી હતી
આ પણ વાંચો…રાજકોટમાં છેતરપિંડીના બે બનાવ બન્યા હતા
પ્રદેશ પ્રમુખ જગદિશ ઠાકોરે આ મામલે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે જેમણે સરકાર બનાવી છે તેઓ કોઈપણ કિંમતે જીતવા માંગે છે, પરંતુ કર્ણાટક કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા વચનોમાં વિશ્વાસ કરે છે.
કર્ણાટકમાં ભાજપ સ ભ્રષ્ટાચાર કરી રહી છે તેમ પણ આક્ષેપ કર્યો હતો. જગદીશ ઠાકોરે કહ્યું કે રાજસ્થાન-છત્તીસગઢમાં કોંગ્રેસે આપેલા વચનો પૂરા કર્યા છે. કર્ણાટકમાં પણ લોકોએ અમારા વચનો પર વિશ્વાસ કર્યો છે.
રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews