Ahemdabad, EL News
જાહેર જગ્યામા પાર્ક કરેલ મોટર સાયકલની ચોરી કરતી ટોળકીને પકડી પાડી નવરંગપુરા તેમજ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના ચોરીના ગુન્હા એલ.સી.બી. ઝોન-1 દ્વારા ડિટેક્ટ કરાયા.
એલ.સી.બી. ઝોન-1 સ્ટાફના અ.હે.કો.અરવિંદભાઇ ડાહ્યાભાઇ સહીતના સ્ટાફને ખાનગીરાહે મળેલ સંયુક્ત બાતમી હકકીત આધારે આરોપી પરેશ ઉર્ફે પલ્લો જગદીશભાઇ મોડાભાઇ રાઠોડ રહેવાસી અમદાવાદ તેમજ અન્ય ત્રણ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરોને નવરંગપુરા પોલીસ સ્ટેશનન વિસ્તારમાંથી ચોરી કરી પેસન પ્રો મો.સા. નં- GJ-05-PK-7305, વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી કરેલ હોન્ડા કંપનીનુ એવીએટર બાઈક નં-GJ-08-AF-1153 તેમજ હોન્ડા કંપનીનુ એક્ટીવા નં- GJ-01-NC-9009 સાથે પકડી પાડવામાં આવ્યા હતા.
નવરંગપુરા, વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના બાઈક ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી એલ.સી.બી. ઝોન-૧, પોલીસ સ્ટાફ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. પકડાયેલ આરોપી છુટક મજુરી કરે છે અને રામદેવનગરમાં છાપરા વિસ્તારમાં રહે છે. એલસીબીએ વિવધ બાઈક સહીતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આ પણ વાંચો… S.S.G હોસ્પીટલમાં ૯.૩૮ કરોડના અત્યાધુનિક M.R.I મશીનનું મુખ્યમંત્રીએ કર્યું લોકાર્પણ
ચોરીના ગુનાઓને ડામવા માટે એલસીબી 1 દ્વારા સક્રીય રીતે કામગિરી કરવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ આ પ્રકારે વાહન ચોરીના સતત ગુનાઓ પણ ધોળા દિવસે બની રહ્યા છે. ત્યારે આ પણ એક પોલીસ માટે ચેલેન્જ છે.