Ahemdabad, EL News
પ્રવાસી શિક્ષકોના ફોર્મ ભરાયા બાદ પણ પ્રાથમિક અંગ્રેજી માધ્યમની સ્કૂલોમાં ભરતી હંગામી ધોરણે કરવામાં નથી આવી. શિક્ષકોની અછત વચ્ચે આજથી જ સ્કૂલો શરુ કરી દેવામાં આવી છે. કેટલીક કોર્પોરેશનની શાળાઓમાં એવી સ્થિતિ છે કે, એક જ શિક્ષકે બે કે તેથી વધુ ક્લાસ પણ લેવા પડે. આ સ્થિતિ અમદાવાદની મહાનગર પાલિકાની અંગ્રેજી માધ્યમની શાળાઓમાં છે.
એક તરફ પ્રાઈવેટ શાળાઓમાંથી સરકારી શાળામાં વિદ્યાર્થીઓ એડમિશન મેળવી રહ્યા છે. તે છતાં પણ આજે શાળાઓ ખૂલી ગયા છતાં પ્રવાસી શિક્ષકોને એક વર્ષના લેટર હજુ સુધી નથી આપવામાં આવ્યા. જેથી પ્રવાસી શિક્ષકો વેકેશનના 35 દિવસ રાહ જોયા બાદ પણ તેમને હજુ સુધી કોઈ મેસેજ કે ફોન નથી આવ્યો. કયા કારણોથી વિદ્યાર્થીઓના ભાવી ઘડતર સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે તે પણ એક સવાલ છે.
કોર્પોરેશનની અંગ્રેજી માધ્યમની શાળાઓમાં 100થી વધુ શિક્ષકો લેવામાં આવવાના છે. ત્યારે હજુ સુધી એક પણ શિક્ષકને પ્રવાસી શિક્ષક તરીકે નિયુક્તિ નથી કરવામાં આવી, આ ઉપરાંત અત્યારે સ્કૂલો જે શિક્ષકો છે તેમને અન્ય શૈક્ષણિક કાર્ય સિવાયના કામોમાં પણ વ્યસ્ત રાખવામાં આવતા હોય છે જેથી તેઓ પણ આ પરિસ્થિતિ વચ્ચે વધુ વિદ્યાર્થીઓને ભણાવવા માટે સમય આપી શકતા નથી. જેના કારણે વિદ્યાર્થીઓના ભાવી પણ જોખમાઈ રહ્યા છે. એક તરફ અમદાવાદમાં અંગ્રેજી માધ્યમની શાળાઓ વધારવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ શાળાઓમાં શિક્ષકોની જ કમી છે.
આ પણ વાંચો… ઉત્તર ગુજરાતના બે અતિ સૂકા તાલુકાઓને પાણી પહોંચાડવાનો નિર્ણય
પ્રવાસી શિક્ષકોને અગાઉ મેલ કરી સ્કાઉટ ભવન તેમજ આંબાવાડી સ્કૂલ પાસે બોલાવી ઈન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા આ સાથે ડૉક્યુમેન્ટ વગેરે પણ જમા લેવામાં આવ્યા છે. આ શિક્ષકોને ક્યારે પ્રવાસી શિક્ષક તરીકે ભરતી કરીશું તે હજુ સુધી કહેવામાં નથી આવ્યું. જેથી પ્રવાસી શિક્ષક તરીકે રાહ જોઈ રહેલા ઉમેદવારો મૂંઝણવામાં મૂકાયા છે. આ સાથે પ્રવાસી શિક્ષકોને સેલેરી પણ મહિનાનો ઓછો મળી રહ્યો છે. જેથી અમદાવાદ કોર્પોરેશનના સ્કૂલ બોર્ડ દ્વારા આ વખતે બજેટ પણ પાસ કરાયું છે જેથી આ બજેટમાંથી પહેલા કરતા વધુ સેલેરી મળે તેવી પણ આશા પ્રવાસી શિક્ષકોને છે જો કે, હજુ સુધી ઓર્ડર એક વર્ષનો ના મળ્યો હોવાથી શાળાઓમાં વિદ્યાર્થીઓ ઓછા શિક્ષકો વચ્ચે વધુ મૂંઝવણ અનુભવી શકે છે.