21.5 C
Gujarat
December 27, 2024
EL News

અમદાવાદ – સાયબર કાફેમાં નિયત નિયમો પાલન કરવા આદેશ

Share
Ahmedabad, EL News

અમદાવાદ – સાયબર કાફેમાં નિયત નિયમો પાલન કરવા આદેશ જાહેરનામું પ્રસિદ્ધ કરીને કરવામાં આવ્યો છે. જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ  દ્વારા ખાસ કરીને સુરક્ષાને ધ્યાનમાં રાખીને આઈકાર્ડ, અંગૂઠાનું નિશાને લેવું સહીતના આ આદેશ કર્યા છે. નિયમનું પાલન ન કરનાર શિક્ષાને પાત્ર બનશે.

PANCHI Beauty Studio

અમદાવાદ જિલ્‍લાની ગ્રામ્‍ય વિસ્‍તારની હદમાં આવેલ તમામ સાયરબર કાફેના માલિકોને નિયત નિયમો પાલન કરવા અધિક જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ એ આદેશ ફરમાવ્‍યો છે. સાયબર કાફે ખાતે સી.સી.ટીવી કેમેરા લગાવવા તેમજ નિયત રજીસ્‍ટરો સુવાચ્‍ય અક્ષરે સંપૂર્ણ વિગતો સાથે નિભાવવાના રહેશે.

આ પણ વાંચો…પાલકની સેન્ડવીચ વધારશે નાસ્તાનો સ્વાદ, ટ્રાય કરો આ રેસીપી

સાયબર કાફેનો વપરાશ કરનારની સુવાચ્‍ય સહી તેમજ પુરુષના ડાબા હાથના અને સ્‍ત્રીના જમણા હાથના અંગૂઠાનું નિશાન ફરજીયાત લેવું. મુલાકાતી સેલ્‍ફ એટેસ્‍ટેટ ફોટો કોપી ઓળખપત્ર જમા કરાવવી. સાયબર કાફેના માલિક, મેનેજર તેમજ તમામ કર્મચારીઓની સંપૂર્ણ વિગતો સંપર્ક નંબર અને તાજેતરના ફોટોવાળી હકીકતો લેખિતમાં નિયત કરેલા પત્રકમાં સંબંધિત નજીકના પોલીસ સ્‍ટેશને જણાવવાની રહેશે. અધિકૃત અધિકારી તપાસ કરવા આવે તો તપાસ કરવા દેવી. આ જાહેરનામું તા. ૦૮/૦૬/૨૦૨૩ સુધી અમલી આ આદેશનો ભંગ કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે એમ જાહેરનામામાં જણાવ્‍યું છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

વરસાદમાં ગુજરાતના 207 ડેમો 48 ટકા ભરાયા, 29 ડેમ સંપૂર્ણ ભરાયા, 27 ડેમ હાઈએલર્ટ પર મુકાયા

elnews

2001ના ભૂકંપનો અનુભવ કરવા કચ્છમાં આ સ્થળે થિયેટર બનાવાયું.

elnews

ગુજરાત હાઇકોર્ટ 2 નવનિયુક્ત ન્યાયાધીશોનો શપથગ્રહણ

cradmin

Leave a Comment

error: Content is protected !!