Ahmedabad:
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ન્યુસન્સ, ગંદકી કરતા વિરુધ્ધ સખ્ત કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કામગીરી અંતર્ગત સતત સ્વચ્છતાને લઈને એક ઉદાહરણ પૂરું પાડવામાં આવી રહ્યું છે.
ઉત્તર ઝોન અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશન દ્વારા ડે.મ્યુનીસીપલ કમિશ્નરની રાહબરી હેઠળ ન્યુસન્સ, ગંદકી કરતા વિરુધ્ધ સખ્ત કાર્યવાહી કરવામાં આવી હતી.
આ પણ વાંચો…ગુલાબી ઠંડીમાં જો એક કપ ચા મળી જાય તો
ઉત્તર ઝોન સો.વે.મેં. તમામ વોર્ડમાં જાહેર રોડ ઉપર ગંદકીકર્તા, ન્યુસન્સકર્તા ધંધાકીય એકમો તેમજ પાનના ગલ્લા, ચાની કીટલી પ્રતિબંધીત પ્લાસ્ટીક વાપરતા તેમજ ડસ્ટબીન ફરજીયાત રાખવા માટે ધંધાર્થીઓંને ૪૩ થી વધુ નોટીસો તેમજ રૂ.૭૯૦૦/- વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો છે તેમજ ગંદકીકર્તા, ન્યુસન્સકર્તા ધંધાકીય એકમો વિરુધ્ધ ભવિષ્યમાં આ પ્રકારે કામગીરી સઘન રીતે ચાલુ રાખવામાં આવશે. જેમાં ઘણા દિવસથી આ કામગીરી કરવામાં આવી રહી છે.
ઉપરાંત તાજેતરમાં ક ઉત્તર ઝોન અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશન દ્વારા તમામ વોર્ડમાં જાહેર રોડ ઉપર ગંદકીકર્તા, ન્યુસન્સકર્તા ધંધાકીય એકમો તેમજ પાનના ગલ્લા, ચાની કીટલી પ્રતિબંધીત પ્લાસ્ટીક વાપરતા તેમજ ડસ્ટબીન ફરજીયાત રાખવા માટે ધંધાર્થીઓંને, ૨૩ નોટીસો તેમજ ૬૪૦૦ વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.