Ahmedabad, EL News
હજુ ચોમાસું શરૂ થયું નથી, પરંતુ ભૂવા પડવાની શરૂઆત થઈ ગઈ છે. અમદાવાદના વિરાટનગર વિસ્તારમાં ભૂસ્ખલન થયું હતું. હજુ વરસાદ થયો નથી, પરંતુ રસ્તાઓની હાલત બિસ્માર બની છે. તો ચોમાસામાં અમદાવાદના રોડનું શું થશે એની કલ્પના કરવી પણ મશ્કેલ છે. માહિતી મુજબ, વિરાટનગરમાં 2 દિવસ પહેલા જ નવા બનેલા રોડ પર મોટો ભૂવો પડ્યો છે. જ્યારે તંત્રની કામગીરી સામે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ચોમાસા પહેલા ભૂવા પડવાનું શરૂ
અમદાવાદમાં વરસાદ પડવાની હજુ શરૂઆત થઈ નથી. ત્યારે નવા બનેલા રોડ પર ભૂવો પડતા તંત્રની કામગીરી સામે સ્થાનિક લોકો વિવિધ પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. અમદાવાદમાં અનેક વિસ્તારોમાં રસ્તાઓની હાલત અત્યંત ખરાબ છે. વિરાટનગર વિસ્તારની વાત કરીએ તો હજુ વરસાદ શરૂ થયો નથી અને નવા બનેલા રોડ પર મોટો ભૂવો પડ્યો છે. AMCની કામગીરી સામે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ નવો રોડ 2 દિવસ પહેલા બનાવવામાં આવ્યો હતો, પરંતુ 2 દિવસમાં જ રોડની વચ્ચે મોટો ભૂવો પડવાની ઘટના બની છે.
આ પણ વાંચો… સુરત: પગાર વધારાની માગ સાથે રત્નકલાકારો હડતાળ પર ઉતર્યા
તંત્રની કામગીરી સામે સ્થાનિક લોકોમાં રોષ
અમદાવાદમાં જ્યારે પણ વરસાદ પડે છે ત્યારે રોડ-રસ્તા પર પાણી ભરાવાની સમસ્યા વધી જાય છે. જો કે ચોમાસા પહેલા તંત્ર દ્વારા પ્રી-માનસૂનની કામગીરી કરવામાં આવતી હોય છે. પરંતુ, તેમ છતા રોડ પર ભૂવા પડવાના કારણે નાગરિકોને ભારે સમસ્યા વેઠવી પડતી હોય છે. ગત વર્ષે ચોમાસા દરમિયાન 50થી વધુ ભૂવા પડ્યા હોવાની માહિતી છે.