Ahmedabad, EL News
વિદ્યાપીઠના પ્રાણજીવન છાત્રાલયમાંથી દારુની બોટલ મળી આવી છે. છાત્રાલાયના રુમ નંબર 41માંથી દારુની બોટલ મળી આવતા ફરી એકવાર ગૂજરાત વિદ્યાપીઠ વિવાદમાં આવી છે.
પ્રાણજીવ છાત્રાલાયમાં ગૃહપતિની તપાસમાં દારૂની બોટલ મળી આવી છે. હોસ્ટેલની અંદરના રૂમમાંથી દારૂની બોટલ મળી આવતા આ રૂમને સીલ કરાયો છે. વિદ્યાપીઠના કુલપતિ આચાર્ય દેવવ્રત છે. ગાંધી સ્થાપીત ગૂજરાત વિદ્યાપીઠમાં જ દારુની બોટલ ઝડપાઈ છે. સવાલ એ થાય છે કે, ગૂજરાત વિદ્યાપીઠમાં દારુની બોટલ ક્યાંથી આવી.
એક તરફ નશા મુક્તિ અને દારુના દૂષણો સામે ગૂજરાત વિદ્યાપીઠી દ્વારા ગામેગામ પદયાત્રાઓ કરીને લોકોને અવેર કરવામાં આવે છે બીજી તરફ આ પ્રકારે ગૂજરાત વિદ્યાપીઠમાં જ દારૂની બોટલ મળી આવી છે. એક પછી એક વિવાદો ગૂજરાત વિદ્યાપીઠમાં સામે આવી રહ્યા છે.
આ પણ વાંચો…ચીન પર કુદરતનો બેવડો માર, પહેલા પૂરથી તબાહી
ત્યારે ફરી એકવાર આ વિવાદ પણ સામે આવ્યો છે. અગાઉ વિદ્યાપીઠના ટ્રસ્ટી મંડળમાં ફેરફારને લઈને વિવાદ વકર્યો હતો. ત્યારબાદ વિદ્યાપીઠમાં કચરાનો વિવાદ સામે આવ્યો હતો આ ઉપરાંત ગઈકાલે જ વિદ્યાપીઠના વિદ્યાર્થીઓએ ચરખો કાંતીને પણ કેટલીક માગ સાથે કાળી પટ્ટી બાંધીને વિરોધ કર્યો હતો અને આજે દારુની બોટલ મળી આવતા ફરી એકવાર નવો વિવાદ સામે આવ્યો છે.