Ahemdabad,EL News
આ વર્ષે ગુજરાતમાં જૂન-જુલાઈ મહિનામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી અનેક રિકોર્ડ બનાવ્યા છે. મીડિયા અહેવાલ મુજબ, આ વર્ષે જૂન-જુલાઈના મહિનામાં છેલ્લા 96 વર્ષનો સૌથી વધુ વરસાદ નોંધાયો છે. આ પહેલા સાલ 1927માં જૂન-જુલાઈમાં સવા 30 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જ્યારે આ વર્ષે સમાન મહિનાઓમાં 27 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જો કે, ઓગસ્ટ મહિનાની વાત કરીએ તો આંકડા ચોંકાવનારા છે.
ઓગસ્ટ મહિનામાં માત્ર 1.5 ઇંચ વરસાદ
અહેવાલ અનુસાર, ઓગસ્ટ મહિનામાં માત્ર 1.5 ઇંચ વરસાદ પડ્યો છે, જે છેલ્લા 86 વર્ષમાં સૌથી ઓછો વરસાદ છે. આ મહિનામાં સરેરાશ 9 ઇંચ જેટલો વરસાદ થવો જોઈએ પરંતુ, માત્ર 1.5 ઇંચ વરસાદ થતા પાણીની આવક ઘટી છે. આ પહેલા સાલ 1937માં 17.4 મીમી વરસાદ નોંધાયો હતો. રાજ્યના પોરબંદર જિલ્લામાં ઓગસ્ટમાં સૌથી ઓછો વરસાદ પડ્યો છે, જિલ્લામાં 99 ટકા ઓછો વરસાદ પડ્યો હોવાની માહિતી છે. જો કે, વરસાદ ખેંચાતા ખેડૂતોમાં પણ ચિંતા વધી છે.
7થી 20 સપ્ટેમ્બર દરમિયાન મધ્યમ વરસાદની સંભાવના
આ પણ વાંચો… ગાંધીનગર: રાંદેસણમાં મેટ્રો ટ્રેનના પાટા નીચે સપોર્ટમાં મૂકવામાં આવેલી રૂ.2.40 લાખની લોખંડની બેઝ પ્લોટની ચોરી કરનારા 3 ઝડપાયા
સપ્ટેમ્બર મહિનાની વાત કરીએ તો સામાન્યથી ઓછો વરસાદ પડવાની વકી છે. હવામાન નિષ્ણાત મુજબ, 7થી 20 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. જો કે, હાલ ઊભા પાકની સ્થિતિ પણ સારી છે. પરંતુ વરસાદ પાછળ ખેંચાતા ખેડૂતોને પાણીની વ્યવસ્થા જાતે કરવી પડી રહી છે. સરકારે વીજ પ્રવાહમાં 2 કલાકનો વધારો કર્યો છે. પરંતુ, તેમ છતાં પાકને નુકસાન થવાની ભીતિ છે. વરસાદ ખેંચાતા શિયાળુ વાવેતરને પણ અસર થવાની સંભાવનાઓ છે.