Ahmedabad, EL News
અમદાવાદ જિલ્લામાં માંડલમાંથી એસઓજીએ કાર્યવાહી કરતા 59 હજાર ગ્રામ ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. જેની કિંમત 6 લાખ થાય છે. આરોપી રીક્ષામાં ડ્રગ્સ લઈને જતો હતો. આ મામલે બાતમીના આધારે તપાસ કરતા તેને ઝડપી પાડી કાર્યવાહી કરવામાં આવી છે.
શહેરી વિસ્તાર ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ પણ ડ્રગ્સનો પર્દાફાશ કરવામાં આવી રહ્યો છે. માંડલ ગામમાંથી મોટી માત્રામાં ડ્રગ્સ ઝડપાયું છે. અમદાવાદ શહેરી વિસ્તાર ઉપરાંત ગ્રામ્ય ક્ષેત્રે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ગ્રામ્ય એસઓજીએ ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો છે. 6 લાખની કિંમતનું 59 હજાર ગ્રામનું એમડી ડ્રગ્સ ઝડપાયું હતું. આરોપી મુન્નવર સાલારની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો…રાજકોટ બન્યું શિવમય: આજથી શ્રાવણ માસની શરૂઆત
અંદાજ લગાવી શકાય છે કે, ડ્રગ્સનું દૂષણ ન કે ફક્ત શહેરો પૂરતું પરંતુ ગ્રામ્ય ક્ષેત્રે પણ ડ્રગ્સની હેરાફેરી થતા યુવાનો સુધી પહોંચી રહ્યું છે. ડ્રગ્સના દૂષણને મોટાપાયે ડામવા માટે કામગિરી ગૃહ વિભાગની થઈ રહી છે પરંતુ શરહદો ઉપરાંત શહેરો અને હવે તો ગ્રામ્ય ક્ષેત્રે પણ ડ્રગ્સ જોવા મળી રહ્યું છે. ત્યારે આ ઝૂંબેશ અંતર્ગત ફરી એકવાર એસઓજીએ સતર્ક બનીને કાર્યવાહી કરી હતી.