EL News

અમદાવાદ શહેરને મળ્યા નવા મહિલા મેયર, જાણો કોને

Share
Ahmedabad, EL News

જે પદને લઈને ચર્ચા હતી તેવા અમદાવાદમાં નવા મેયર તરીકેનું નામ સામે આવી ગયું છે. અમદાવાદના નવા મેયર તરીકે પ્રતિભા જૈનની વરણી કરવામાં આવી છે. અનેક તર્ક વિતર્ક નવા નામોને લઈને સેવાઈ રહી હતી ત્યારે આખરે  આ નામની આજે જાહેરાત કરી દેવામાં આવી છે. અમદાવાદમાં મહિલા મેયર ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું નામ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે.

PANCHI Beauty Studio

આજે અમદાવાદ અને વડોદરાના મેયરના નામોની જાહેરાત કરવામાં આવી હતી. અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતા આ વખતે મેયર તરીકે મહિલાની સીટ અનામત હોવાથી મહિલા મેયર પ્રતિભા જૈન બન્યા છે. આજે મ્યુનિસિપલ કોર્પોરેશનની મળેલી સામાન્ય સભામાં મેયર તરીકે પ્રતિભા જૈન અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે દેવાંગ દાણીનું નામ જાહેર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો…ચીન-પાકને ટક્કર આપવાની તૈયારી,BRO દ્વારા 90 પ્રોજેક્ટનું ઉદ્ઘાટન

આ ઉપરાંત ડેપ્યુટી મેયરની પણ જાહેરાત કરવામાં આવી છે. જેમાં ઘાટલોડીયા વોર્ડના કોર્પોરેટર જતીન પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે.

પ્રતિભા જૈન વિશે
પ્રતિભા જૈન શાહીબાગ વોર્ડના કોર્પોરેટર છે. અઢી વર્ષ માટે મહિલા મેયરની સીટ અનામત હતી માટે તેમના નામ પર મહોર મારવામાં આવી છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

રાજકોટમાં નોંધાયો વધુ એક લેન્ડ ગ્રેબીંગનો કેસ

elnews

બૂથ સશક્તિકરણ અભિયાન-2023 સી.આર. પાટીલની હાજરી

cradmin

અમદાવાદના નવા કમિશનર જીએસ મલિકે ચાર્જ સંભાળ્યો છે

elnews

Leave a Comment

error: Content is protected !!