25 C
Gujarat
March 4, 2025
EL News

Agneevir: ઉમેદવારો ૩ સપ્ટેમ્બર સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકશે.

Share
ભરતી:

ઇન્ડિયન આર્મીમાં અગ્નિવીર તરીકે જોડાવવા ઈચ્છુક ઉમેદવારો ૩ સપ્ટેમ્બર સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકશે. ૩૦ દિવસના નિવાસી તાલીમ વર્ગમાં રહેવા – જમવાનું તથા શારીરિક કસોટી અને લેખિત કસોટીની તાલીમ નિઃશુલ્ક આપવામાં આવશે.

 

૦૫/૦૮/૨૦૨૨ થી તા/૦૩/૦૯/૨૦૨૨ સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન

ગુજરાત રાજ્યના યુવાનો આર્મીમાં ભરતી થાય તે માટે આર્મી રીક્રુટીંગ ઓફીસ, જામનગર દ્વારા તા-૨૦/૧૦/૨૦૨૨ થી તા-૧૨/૧૧/૨૦૨૨ દરમિયાન સ્પોર્ટ કોમ્પ્લેક્ષ ગ્રાઉન્ડ, સૌરાષ્ટ્ર યુનિવર્સીટી, રાજકોટ ખાતે અગ્નિપથ યોજના અન્વયે ઇન્ડિયન આર્મીમાં અગ્નિવીર તરીકે જોડાવવા માટે તા ૦૫/૦૮/૨૦૨૨ થી તા/૦૩/૦૯/૨૦૨૨ સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન  http://joinindianarmy.nic.in પર કરવાનુ રહેશે. ઉપરોક્ત ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવેલ ઉમેદવારો માટે જિલ્લા રોજગાર કચેરીમાં જમાં કરી શેક છે, ૩૦ દિવસના નિવાસી તાલીમ વર્ગમાં જોડવા ઈચ્છુક ઉમેદવારો ને તાલીમ વર્ગ માં રહેવા – જમવાનું તથા શારીરિક કસોટી અને લેખિત કસોટીની તાલીમ નિઃશુલ્ક આપવામાં આવશે.

 

 

નિવાસી તાલીમ જિલ્લાના બી.એસ.એફ કેમ્પ અથવા નિયત સંસ્થા ખાતે આપવામાં આવશે. આ તાલીમ વર્ગમાં ધોરણ-૧૦ પાસ કે તેથી વધુ (ધોરણ-૧૦ માં ઓછામાં ઓછા ૫૦% ફરજીયાત અને દરેક વિષય માં ઓછામાં ઓછા ૩૩% માર્ક્સ હોવા ફરજીયાત) હોય તેવા જ ઉમેદવારો નિવાસી તાલીમ માટે અરજી કરી શકશે.તેમજ તાલીમાર્થી તરીકે જોડાનાર ઉમેદવારોની ઉંમર :૧૭.૫ વર્ષથી ૨૩ વર્ષ સુધી, લંબાઈ :૧૬૮ સે.મી, છાતી ૭૭-૮૨ સે.મી હોય તેવા શારીરિક તેમજ માનસિક રીતે સક્ષમ ઉમેદવારો એ આ તાલીમ વર્ગ માટે અરજી કરવાની રહેશે. આ તાલીમ વર્ગમાં જોડાવા ઈચ્છુક ઉમેદવારોએ ફરજીયાત ઓનલાઈન ગુગલ ફોર્મ માં રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.

 

 જેની લીંક

https://forms.gle/yAHwirZxp2uhkwpP9 તથા ફરજીયાત અરજી ફોર્મ ડાઉનલોડ કરી પોતાની અરજી દિન-૧૦ માં જિલ્લા રોજગાર કચેરી, ભુજ-કચ્છ ,બહુમાળી ભવન રૂમ નં-૧૦૨/૧૦૩, ભુજ કચ્છ ખાતે ભરેલ અરજી પત્રક તથા ધોરણ-૧૦/૧૨ ની માર્કશીટની નકલ, શાળા છોડ્યાનું પ્રમાણપત્રની નકલ, આધાર કાર્ડની નકલ ,બેંક ખાતાની પાસબૂકની નકલ,પાન કાર્ડની નકલ અગ્નિવીર એપ્લીકેશન ફોર્મની નકલ અરજી સાથે જોડવાની રહેશે. આ અરજી ફોર્મ જિલ્લા રોજગાર કચેરી, ભુજ-કચ્છ માંથી વિનામૂલ્યે આપવામાં આવશે. તથા ફેસબુક પેજ http://MCC-KACHCHH પર થી ફોર્મ ડાઉનલોડ કરી શકાશે અને નીચે દર્શાવેલ લીંક પરથી પણ આ ફોર્મ ડાઉનલોડ કરી શકાશે.

અરજી ફોર્મ માટે લીંક

https://rb.gy/95tyf2 વધુ વિગત માટે રોજગાર સેતુ હેલ્પલાઇન નં ૬૩૫૭ ૩૯૦ ૩૯૦ પર સંપર્ક કરવા જિલ્લારોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.


આ જ પ્રકારના માહિતીસભર આર્ટિકલ્સ માટે તથા સમાચાર માટે જોડાયેલા રહો અને આજે જ પ્લેસ્ટોર ઉપરથી ડાઉનલોડ કરો El News 👇

https://play.google.com/store/apps/details?id=com.elnews

Related posts

આજના યુગમાં ઘરે બેઠા બેઠા નાના મોટા બિઝનેસ કરી શકાય છે.

elnews

જાણો શું છે RBIની નવી સૂચના

elnews

ઘર ખરીદનારાઓને મળી શકે છે મોટી ભેટ

elnews

Leave a Comment

error: Content is protected !!