EL News
શ્રાવણ મહિનો શરૂ થતા જ તહેવારોની ભરમાર શરૂ થઈ ગઈ છે ત્યારે પંચમહાલ જિલ્લામાં ગોધરા ખાતે એક તરફ ગણેશ આગમન શરૂ થઈ ચૂક્યું છે ત્યારે બીજી તરફ નવરાત્રીની પણ તડામાર તૈયારીઓ જોવા મળી રહી છે.
પંચમહાલ જિલ્લામાં અનેક ઉત્સવો નું આયોજન થાય છે ત્યારે વર્ષ 2023 થી ટીમ વાઇબ્રન્ટ પંચમહાલ દ્વારા પંચમહાલ જિલ્લાના ગોધરા શહેર ખાતે આવેલા શેઠ પીટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ પાસે આવેલા ઉત્સવ મંદિર ના પ્રાંગણમાં પંચમહાલ કક્ષાના વિશાળ પારંપરિક ગરબા “નવદુર્ગા નવરાત્રી મહોત્સવ 2023” નું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે.
આ પણ વાંચો…શું બદલાઈ જશે આપણા દેશનું નામ? જયરામ રમેશનો દાવો
ત્યારે આજરોજ ટીમ વાઇબ્રન્ટ પંચમહાલ દ્વારા ગરબા ગ્રાઉન્ડ નું વિધિવત ભૂમિ પૂજન કરીને નવરાત્રીની તૈયારીઓ ના શ્રી ગણેશ કરવામાં આવ્યા હતા. ગરબા નાં આયોજક ટીમ વાઇબ્રન્ટ પંચમહાલ નાં સંસ્થાપક શિવમ વિપુલ પુરોહિત તથા ડો. પ્રિયંકા દીક્ષિત મનહાસ, જીતેશ સોની, આર્ષ પુરોહિત, નિરવ પરમાર તેમજ ભારતીય જનતા યુવા મોરચાના ગુજરાત પ્રદેશ મહામંત્રી ઈશાંત સોની, ભારતીય જનતા પાર્ટીના પંચમહાલ જિલ્લા ઉપપ્રમુખ કકુલ પાઠક, શ્રીનાથજી જ્વેલર્સ નાં ડિરેક્ટર યશ શેઠ-તૃપ્તિ શેઠ, આઇ એમ એ પંચમહાલ નાં સદસ્ય ડો. નિકિતા શાહ, સામાજિક કાર્યકર કિરણ સિકલીગર તેમજ લાયન્સ હોતચંદ ધમવાણી સહિત અનેક યુવાનો તેમજ માર્ગદર્શકો એ મળીને આજરોજ નવરાત્રીના ભવ્ય ઉત્સવ ની તૈયારી નો શુભારંભ કર્યો છે.
તેમજ આવનારા સમયમાં માંની આરાધના નાં આ ભવ્ય ઉત્સવ માં સહભાગી થવા માટે વધુ ટીમોની રચના-વ્યૂહરચના નક્કી કરવામાં આવશે તેમજ સોશિયલ મીડિયા તથા અન્ય માધ્યમો થકી “નવદુર્ગા નવરાત્રી મહોત્સવ 2023” નાં નિયમો તેમજ અન્ય વિગતો જાહેર કરવામાં આવશે