Vadodara, EL News:
વડોદરાની એમએસ યુનિવર્સિટી અવરનવાર વિવાદોમાં સપડાયેલી જાવા મળે છે. નેકની છ ગ્રેડ ધરાવતી સ્જી યુનિવર્સિટીના સત્તાધીશોએ વર્ષ ૨૦૨૩ની ડાયરીમાંથી ભારતના રાષ્ટÙીય ગીતની બાદબાકી કરી છે. તેને લઈને સ્જી યુનિવર્સિટીમાં હોબાળો થઈ રહ્યો છે.
જેના પગલે એમ.એસ. યુનિવર્સિટીમાં ડાયરી વિવાદને લઈને બેઠક યોજવામાં આવી હતી. જેમાં વિવાદીત ડાયરીને પાછી ખેંચીને નવી ડાયરી છાપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિવાદિત ડાયરીમાં જરુરી સુધારા વધારા કરીને ફરીથી છાપવામાં આવશે. ડાયરીમાં રાષ્ટÙીય ગીત વંદે માતરમ્ અને પૂર્વ કુલપતિઓના ફોટોનું પેજ ઉમેરવામાં આવશે. આ ઉપરાંત ડાયરીમાં પ્રાધ્યાપકો અને પ્રોફેસરના નામો અને નંબર પણ ઉમેરવામાં આવશે સાથે જ ડાયરીમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડનો ફોટો મોટો ફોટો છાપવામાં આવશે. આ ઉપરાંત બેઠકમાં ૭ ફેકલ્ટીના નવા ડીનની નિમણૂક કરવામાં આવી છે.
આ પણ વાંચો…Dates: આ લોકોએ ભૂલથી પણ ખજૂર ન ખાવી જોઈએ
મહત્વનની બાબતએ છે કે એમએસ યુનિવર્સિટીની વર્ષ ૨૦૨૨ની ડાયરીમાં પેજ નંબર ૮ પર વંદેમાતરમ ગીતનો ઉલ્લેખ કરાયો હતો. જેની સરખામણીએ ૨૦૨૩ની ડાયરીમાં વંદેમાતરમની સાથે પ્રથમ વાઈસ ચાન્સેલનર ડો. હંસા મહેતા સહિત ૧૭ પૂર્વ વાઈસ ચાન્સેલનરના ફોટાની બાદબાકી કરાઈ હતી. જેની જગ્યા પર પેજ નંબર ૭ પર વર્તમાન ચાન્સેલર વિજયકુમાર શ્રીવાસ્તવનો ફોટો મુકવામાં આવ્યો હતો. જેના કારણે એમએસ યુનિવર્સિટીમાં હોબાળો થયો હતો. જેની સરખામણીમાં ૨૦૨૩ની ડાયરીમાં પ્રથમ વાઈસ ચાન્સેલર ડો. હંસા મહેતા સહિત ૧૭ પૂર્વ વાઈસ ચાન્સેલનરના ફોટા મુકવામાં આવ્યા નથી. જેની જગ્યા પર પેજ નંબર ૭ પર વર્તમાન ચાન્સેલર વિજયકુમાર શ્રીવાસ્તવનો ફોટો મુકવામાં આવ્યો છે.
ફોટાની બાજુમાં પાંચ સંકલ્પ સૂત્રનો પણ ઉલ્લેખ કરાયો છે. વધુમાં ડાયરીના પેજ ઘટાડવાના બહાને કેમ્પસની બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલના નામ નંબરો જાહેર કરવામાં આવ્યા નથી. જેથી નવી ડાયરી અનેક છબરડાના કારણે હાલ વિવાદમાં સપડાઈ છે. આ તરફ યુનિવર્સિટીના જનસંપર્ક અધિકારીએ ડાયરીમાં ભૂલ થઈ હોવાનો સ્વીકાર કર્યો છે. કહ્યું, ડાયરીમાં ભૂલથી વંદે માતરમનું પેજ મૂકવાનું રહી ગયું છે. હાલમાં ૧૫૦ ડાયરી જ છપાઈ છે.