20.4 C
Gujarat
November 22, 2024
EL News

અદાણી પછી હવે કોનો વારો? હિંડનબર્ગ રિસર્ચની મોટી જાહેરાત

Share
Business, EL News

હિંડનબર્ગ રિસર્ચ અને 24 જાન્યુઆરીની તારીખ અદાણી ગ્રુપ કદાચ જ ભૂલી શકશે. હવે હિંડનબર્ગ રિસર્ચે ફરી એકવાર એક નવા ટ્વીટથી સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચાવી દીધો છે. આ શોર્ટ સેલિંગ કંપનીએ ટ્વીટ કરીને ટૂંક સમયમાં વધુ એક નવો રિપોર્ટ રજૂ કરવાની જાહેરાત કરી છે. કંપનીએ ટ્વીટ કર્યું છે કે ‘નવો રિપોર્ટ ટૂંક સમયમાં આવશે – વધુ એક મોટો ખુલાસો થશે’. જો કે આ રિપોર્ટમાં કઇ કંપની ટાર્ગેટ હશે તે અંગે કંપનીએ હજુ સુધી કોઈ ખુલાસો કર્યો નથી.

Measurline Architects

નેટ એન્ડરસન દ્વારા સંચાલિત આ ફર્મે આ વર્ષે જાન્યુઆરીમાં અબજોપતિ ગૌતમ અદાણીના જૂથ અંગેનો અહેવાલ રજૂ કર્યો હતો. જે બાદ લગભગ પાંચ સપ્તાહમાં આ જાયન્ટ ગ્રૂપની માર્કેટ વેલ્યુમાં 150 અબજથી વધુનો ઘટાડો થયો છે. આ સાથે, જૂથની વિશ્વસનીયતા અને ભવિષ્ય પર સવાલ લાગી ગયો છે. ટ્વીટ આવ્યા બાદ લોકો ઈચ્છી રહ્યા છે કે વધુ એક વાર વખત કોઈ ભારતીય કંપની તેના નિશાના પર ન આવે.

આ પણ વાંચો…આ પાન ઇન્સ્યુલિન માટે કામ કરશે, તમારા ડાયાબિટીસને

શું હવે ચાઈનીઝ કંપનીનો વારો છે

અમેરિકન ફર્મ હિંડનબર્ગ રિસર્ચ દ્વારા તેની જાહેરાત કર્યા બાદ તરત જ તે ટ્વિટર યુઝર્સમાં ચર્ચાનો વિષય બની ગયો છે. લોકો પૂછી રહ્યા છે કે શું અદાણી પછી અન્ય ભારતીય કંપનીઓને નિશાન બનાવવામાં આવશે. કેટલાક યુઝર્સે જણાવ્યું કે તેઓને અપેક્ષા છે કે આ વખતે યુએસ બેંકિંગ સિસ્ટમ અથવા ચાઇનીઝ કંપની વિશે અહેવાલ પ્રકાશિત કરશે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

ખુશખબર / Google Pay એપના આ ફીચરે પેમેન્ટની રીત બદલી

elnews

જાણવા જેવુ / આખરે ફાટેલી નોટોનું થાય છે શું?

elnews

ટાટા ગ્રૂપની કંપની TTMLના શેર લાંબા સમય બાદ ફરી ટેકઓફ, એક જ દિવસમાં લગભગ 18 ટકા ચઢ્યા

cradmin

Leave a Comment

error: Content is protected !!