22.2 C
Gujarat
November 22, 2024
EL News

અદાણી ટ્રાન્સમિશને જીત્યો એન્વાયરન્મેન્ટ મેનેજમેન્ટ માટેનો ૨૦૨૩નો પિકોક એવોર્ડ

Share
EL News

અમદાવાદ, ૧૨ જૂલાઇ ૨૦૨૩:

અદાણી ગ્રુપના વૈશ્વિક : વૈવિધ્યસભર પોર્ટફોલિઓના એક અંગ અને ભારતમાં ખાનગી ક્ષેત્રની સૌથી મોટી પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન કંપની તરીકે લિસ્ટેડ  અદાણી ટ્રાન્સમિશન લિ.(ATL) એ પાવર ટ્રાન્સમિશન ક્ષેત્રમાં ઇન્સ્ટિટ્યુટ ઓફ ડાયરેક્ટર્સ (IOD) તરફથી પર્યાવરણ વ્યવસ્થાપન માટે એનાયત થતો ગોલ્ડન પિકોક મેનેજમેન્ટ એવોર્ડ (GPEMA) જીત્યો છે.

Measurline Architects

પર્યાવરણ, આરોગ્ય અને સલામતી, ઉર્જા અને ક્લાયમેટ ચેન્જને આવરી લેતા એક મૂલ્યાંકન જૂથેે આ વર્ષે ૫૨૦ અરજીઓનું મૂલ્યાંકન કર્યું હતું. બાદમાં સર્વોચ્ચ અદાલતના ભૂતપૂર્વ ન્યાયમૂર્તિ શ્રી એમ.એન.વેંકટચેલ્લાહના વડપણ હેઠળ અને ભારતના રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ અને રાષ્ટ્રીય ભારતીય બંધારણ સુધારણા પંચના ભૂતપૂૂર્વ અધ્યક્ષની બનેલી જયુરી સમિતીએ આ અરજીઓની સમીક્ષા કરી હતી.

 

અદાણી ટ્રાન્સમિશન લિ.ના ઝીરો વેસ્ટ ટુ લેન્ડ ફિલ, સિંગલ-યુઝ પ્લાસ્ટિક ફ્રી, વોટર-પોઝિટિવ ઓપરેશન્સ, રિન્યુએબલ એનર્જી ઈન્ટીગ્રેશનના પ્રમોશન અને પર્યાવરણ  વ્યવસ્થાપનની વ્યુહરચનાઓ જેવા કાર્યક્રમોનું પૂર્તતાથી ઉપરવટ રહીને અમલીકરણ  મારફત તેના ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટને ઘટાડવા માટે આગળ વધી રહેલ કંપનીના અડગ સમર્પણને ‘ગોલ્ડન પીકોક એન્વાયર્નમેન્ટ મેનેજમેન્ટ એવોર્ડ’એ સ્વીકાર્યા છે

 

અદાણી ટ્રાન્સમિશનની  પર્યાવરણીય વ્યવસ્થાપનમાં શ્રેષ્ઠતા પ્રત્યેની પ્રતિબદ્ધતાને આ એવોર્ડ અલગ તારવીને ઉદ્યોગમાં તેના નેતૃત્વનું પ્રમાણ પુરવાર કરે છે. આ માન્યતા કંપનીની ફક્ત ટકાઉ કાર્યનીતિ પ્રત્યેના સમર્પણને જ પ્રતિબિંબિત કરતી નથી પરંતુ એક જવાબદાર કોર્પોરેટ નાગરિક તરીકેની તેની ભૂમિકા ઉપર પણ પ્રકાશ પાડે છે.

 

 

 

 

અદાણી ટ્રાન્સમિશન લિ.ના તેના બિઝનેસ ટુ કસ્ટમર્સ અંગ એવી અદાણી ઈલેક્ટ્રીસિટી મુંબઈ લિ. (AEML) દ્વારા મુંબઈ પ્રદેશમાં વીજ વિતરણ માટે મોટા જથ્થામાં વીજળીની પ્રાપ્તીમાં રિન્યુએબલ એનર્જીનો હિસ્સો વધારવાની તેની વિશિષ્ટ વ્યૂહાત્મક પહેલ માટે ‘વિજેતા’ તરીકે ઘોષિત કરવામાં આવી હતી. પુરસ્કાર માટેના અન્ય  માપદંડોમાં નિયમનકારી આવશ્યકતાઓનું પાલન, નુકશાનના પરિણામે કંપનીના ખર્ચમાં ઘટાડો કરનારા અને વ્યવસાયમાં ટકાઉ વિકાસ હાંસલ કરવા માટેની વ્યૂહરચનાઓનો અમલ કરીને જોખમ વ્યવસ્થાપનનો અભિગમ અપનાવવાની બાબતો સામેલ હતી, આ પુરસ્કાર અદાણી ટ્રાન્સમિશનની લાંબા ગાળાના એન્વાયરન્મેન્ટ-સોશ્યલ-ગવર્નન્સ (ESG) પ્રત્યેની પ્રતિબદ્ધતાને પ્રોત્સાહનના પોરસ  ચડાવનારો છે.

આ પણ વાંચો…      વરસાદમાં ગુજરાતના 207 ડેમો 48 ટકા ભરાયા, 29 ડેમ સંપૂર્ણ ભરાયા, 27 ડેમ હાઈએલર્ટ પર મુકાયા

અદાણી ટ્રાન્સમિશન લિમિટેડ:

અદાણી ટ્રાન્સમિશન લિ. (ATL) એ વીજળી ટ્રાન્સમિશન અને વિતરણ વ્યવસાયનો અદાણી પોર્ટફોલિઓનું એક અંગ છે.  દેશની સૌથી મોટી ખાનગી ટ્રાન્સમિશન કંપની ATLનું કામકાજ ભારતના ૧૪ રાજયમા પથરાયેલું છે. એ  ૧૯૭૭૯, સરકીટ કિલોમીટર નું એકંદર ટ્રાન્સમિશન નેટવર્ક ધરાવતી દેશની સૌથી મોટી ખાનગી ટ્રાન્સમિશન કંપની છે, આ પૈકી ૧૫,૩૭૧ સરકીટ કિલોમીટર કાર્યરત છે અને ૪૪૦૮ સરકીટ કિલોમીટરનું કાર્ય નિર્માણના વિવિધ તબક્કામાં છે. કંપની મુંબઈ અને મુંદ્રા સેઝમાં આશરે ૧૨૦ લાખથી વધુ ગ્રાહકોને વીજ સેવા પૂરી પાડી રહી છે. આગામી વર્ષમાં ભારતની ઉર્જા જરૂરિયાત ચાર ગણી થવાની છે ત્યારે ATL મજબૂત અને ભરોંસાપાત્ર પાવર ટ્રાન્સમિશન નેટવર્ક બનવા માટે સજ્જ છે. ‘પાવર ફોર ઓલ’નું ધ્યેય સાકાર કરવા માટે છુટક ગ્રાહકોને સર્વિસ પૂરી પાડવાની કામગીરી પૂરા જોશ અને ઉત્સાહ સાથે કરી રહી છે

 

For further information on this release, please contact: roy.paul@adani.com

For investor relations, please contact: vijil.jain@adani.com; investor.atl@adani.com

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

ગુજરાતના નવા DGP કોણ બનશે ?

elnews

ગાંધીનગર: ભારે પવન ફૂંકાતા વિધાનસભાના ગુંબજનું પતરું ઉડ્યું,

elnews

ગ્રાહક ફોરમનો સૌથી મોટો નિર્ણય, કહ્યું- મેડિકલ ઇન્શ્યોરન્સ

elnews

Leave a Comment

error: Content is protected !!