EL News
- અદાણી પોર્ટસે નાણા વર્ષ -૨૨નો ૯૮.૬૧ મિલીયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલિંગનો પોતાનો જ શ્રેષ્ઠ આંક વટાવ્યો2
- વાર્ષિક ધોરણે રેલ્વેઅ. હેન્ડલ કરેલા કાર્ગોમાં ૨૨%નો ઉછાળો
- નાણા વર્ષ-૨૩માં મુન્દ્રા પોર્ટે ૧૫ હજાર કન્ટેનર ટ્રેન હેન્ડલ કરી
અમદાવાદ, ૧૭ મે ૨૦૨૩: અદાણી ઉદ્યોગ સમૂહની ફલેગશિપ કંપની અદાણી પોર્ટસ અને સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન લિ.(APSEZ) એ ગત વિત્ત વર્ષ ૨૦૨૨-૨૩માં આજ સુધીનો સૌથી વધુ ૧૨૦.૫૧ મિલીયન મેટ્રિક ટન રેલ કાર્ગો હેન્ડલ કરીને એક નવો માપદંડ સ્થાપ્યો છે, જેણે પોતાના જ અગાઉના શ્રેષ્ઠ ૯૮.૬૧ મિલીયન મેટ્રિક ટનના આંકને વટાવ્યો્ છે. રેલ્વે કાર્ગો હેન્ડલિંગના ક્ષે્ત્રમાં આ સિધ્ધી એ મુન્દ્રા પોર્ટની ક્ષમતાનું પણ ઉત્કૃષ્ઠ ઉદાહરણ પુરુ પાડ્યું છે.
અદાણી પોર્ટસ એક છેડેથી બીજા છેડા સુધી કાર્ગો પરિવહન માટે લોજિસ્ટિક્સ સેવા પુરી પાડવા માટે કટીબદ્ધ છે. ભારતીય રેલ્વેની જનરલ પર્પઝ વેગન ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ (GPWIS) અંતર્ગત રેલ દ્વારા હેન્ડલ કરવામાં આવતા કાર્ગોમાં વાર્ષિક ધોરણે ૬૨%નો જબ્બર વધારો થયો છે. મુન્દ્રા પોર્ટે ગત નાણા વર્ષ -૨૩માં ૧૫ હજારથી વધુ કન્ટેનર ટ્રેનોનું સંચાલન કરીને તેણે ભારતના એક્ઝિમ ગેટવે તરીકે પોતાની પગદંડી મજબૂત બનાવી છે. આ ગાળામાં અદાણી પોર્ટસ અને સેઝએ ભારતીય રેલ્વે માટે રેલ કાર્ગોમાંથી લગભગ રૂ.૧૪ હજાર કરોડની આવક પેદા કરી હતી.
આ પણ વાંચો…ગોધરા શહેરનું ગૌરવ, પૃથ્વીરાજ ચૌહાણ જેમને અમદાવાદ ખાતે યોજાયેલ મોડલિંગ શો માં Mr. Walk For Impress 2023 નું tiltle જીતીને ગોધરાનું ગૌરવ વધાર્યું છે.
મુન્દ્રા પોર્ટ દ્વારા હેન્ડલ કરવામાં આવતી ડબલ-સ્ટૅક કન્ટેનર ટ્રેનોમાં ગયા વર્ષમાં ૪.૩% વાર્ષિક વૃદ્ધિ થઈ છે.ટ્રેનો પર કન્ટેનરનું ડબલ સ્ટેક લોડિંગ ઊર્જા કાર્યક્ષમ અને વિશ્વસનીય પરિવહન સુનિશ્ચિત કરવા સાથે પ્રતિ યુનિટ એકંદર ખર્ચ ઘટવાના કારણે ગ્રાહકોના સંતોષમાં ઉમેરો થાય છે..
રેલ પરિવહનના ઉપયોગના કારણે માર્ગ પરિવહનમાં કાર્બન ફૂટપ્રિન્ટમાં ઘટાડો થાય છે અને કન્ટેનર ટ્રેનોનું કાર્યક્ષમ સંચાલન વધારાના ટ્રક પરિવહનની જરૂરિયાત ઓછી કરવા સાથે વધુ કાર્બન ઉત્સર્જનને ઘટાડે છે. આ કામગીરી મુન્દ્રા પોર્ટની પર્યાવરણને અનુકૂળ કામગીરીની પ્રતિબદ્ધતા દર્શાવે છે
ભારતના સૌથી મોટા કોમર્શિયલ પોર્ટ ઓપરેટર બની રહેલ અદાણી પોર્ટ્સ અને સેઝ લિ. ભારતના પોર્ટ અને લોજિસ્ટિક્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં મોખરે રહી છે.કંપનીનું આ ક્ષેત્રમાં યોગદાન એક જવાબદાર વ્યવસાયિક પધ્ધતિઓ અને લાંબાગાળાના વિકાસનું આગવું ઉદાહરણ છે.
અદાણી પોર્ટસ એન્ડ સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન લિમિટેડ અંગેઃ
વૈશ્વિક સ્તરે વિવિધિકરણ ધરાવતા અદાણી ગ્રુપના હિસ્સારૂપ, અદાણી પોર્ટસ એન્ડ સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) પોર્ટ કંપનીમાંથી પોર્ટસ એન્ડ લોજીસ્ટીક્સ પ્લેટફોર્મ તરીકે ઉભરી આવી છે. વ્યૂહાત્મક સ્થળોએ આવેલા ગુજરાતમાં મુંદ્રા, દહેજ, તુના અને હજીરા, ઓડીશામાં ધામરા, ગોવામાં માર્મુગોવા, આંધ્ર પ્રદેશમાં ગંગાવરમ અને ક્રિષ્નાપટ્ટનમ, મહારાષ્ટ્રમાં દીઘી અને તામિલનાડુમાં કટ્ટુપલ્લી અને એન્નોર સહિત 12 પોર્ટસ અને ટર્મિનલ્સ સાથે તે સૌથી મોટી પોર્ટ ડેવલપર અને ઓપરેટર છે, જે દેશની કુલ પોર્ટ ક્ષમતામાંથી ૨૪ ટકાનું પ્રતિનિધિત્વ કરે છે. આ પોર્ટ સાગરકાંઠાના વિસ્તારો અને હિન્ટરલેન્ડનો વ્યાપક જથ્થો હેન્ડલ કરે છે. કંપની કેરાલામાં વિઝીન્ઝામ ખાતે ટ્રાન્સશીપમેન્ટ પોર્ટ વિકસાવી રહી છે. અમારા પોર્ટસ એન્ડ લોજીસ્ટીક પ્લેટફોર્મમાં ઈન્ટિગ્રેટેડ લોજીસ્ટીક્સ ક્ષમતાઓ અને ઈન્ડસ્ટ્રિયલ ઈકોનોમિક ઝોન્સના બંદરો અને એકમોનો સમાવેશ થાય છે, જે અમને લાભદાયી સ્થિતિમાં મૂકે છે અને ગ્લોબલ સપ્લાય ચેઈનમાં પ્રભાવક સ્થાન આપે છે. અમારૂં વિઝન આગામી દાયકામાં દુનિયાના સૌથી મોટા પોર્ટસ અને લોજીસ્ટીક્સ પ્લેટફોર્મ બનવાનું છે. વર્ષ ૨૦૨૫ સુધીમાં કાર્બન ન્યૂટ્રલ બનવાના બેઝ સાથે સાયન્સ બેઝ્ડ ટાર્ગેટ ઈનિશ્યેટિવ (SBTi) ઉપર હસ્તાક્ષર કર્યા છે અને તે મારફતે ગ્લોબલ વોર્મિંગને પ્રિ-ઈન્ડસ્ટ્રિયલ લેવલના 1.5 સેન્ટીગ્રેડ સુધી રાખીને એમિશનમાં ઘટાડો કરવાની કટિબધ્ધતા દાખવી છે.
વધુ માહિતી માટે www.adaniports.com પ્રચાર માધ્યમોની પૂછપરછ માટે સંપર્ક: Roy Paul | roy.paul@adani.com
રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews