28.7 C
Gujarat
December 22, 2024
EL News

અદાણી પોર્ટસ મુંદ્રા પર અત્યાર સુધીના સૌથી વિશાળ જહાજ લાંગરવાનો સર્જાયો વિક્રમ

Share
 Gujarat, EL News


4
ફૂટબોલના મેદાન જેટલી લંબાઈ ધરાવતું જહાજ

મુંદરા, તારીખ 02 જુલાઇ 2023: અદાણી મુન્દ્રા પોર્ટ એ અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ)નું ફ્લેગશીપ પોર્ટ, ભારતની સૌથી મોટી ઇન્ટિગ્રેટેડ લોજિસ્ટિક યુટિલિટી અને વૈવિધ્યસભર અદાણી જૂથના એક ભાગ અદાણી પોર્ટસ દ્વારા 399 મીટર લાંબા અને 54 મીટર પહોળા જહાજને બર્થ કરીને નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.

Measurline Architects

ભારતના સૌથી વ્યસ્ત વાણિજ્ય બંદરોમાંના એક એવા ગુજરાતના મુંદ્રા ખાતે અદાણી પોર્ટસ ગૌરવપ્રદ ઐતિહાસિક ઘટનાનું સાક્ષી બન્યુ છે. મુંદ્રા પોર્ટ પર અત્યાર સુધીના સૌથી લાંબા જહાજ MV MSC હેમ્બર્ગ લાંગરવામાં આવ્યું. આ મહાકાય જહાજ 4 ફૂટબોલના મેદાન જેટલી લંબાઈ ધરાવે છે.

 

સંયોગવશ આ ઐતિહાસિક ઘટના ત્યારે બની જ્યારે જીનીવા સ્થિત મેડિટેરેનિયન શિપિંગ કંપની (MSC) અને અદાણી ઇન્ટરનેશનલ કન્ટેનર ટર્મિનલ પ્રા. લિના સંયુક્ત સાહસને 10 વર્ષ પૂર્ણ થયા છે.

 

MV MSC હેમ્બર્ગ લાંગરવામાં આવતા અદાણી મુંદ્રા પોર્ટની ઓપરેશન અને કાર્યદક્ષતા સાબિત કરતા વિક્રમોની હારમાળામાં વધુ એકનો ઉમેરો થયો છે. 2015માં નિર્મિત MV MSC હેમ્બર્ગ જહાજ 15,908 TEU (કન્ટેનરો)  ક્ષમતા ધરાવતું જહાજ છે. તે 12 મીટરનો ડ્રાફ્ટ, 399 મીટર લંબાઈ (LOA) તેમજ 54 મીટરની પહોળાઈ ધરાવે છે. અદાણી પોર્ટે અત્યાર સુધીના સૌથી વિશાળ જહાજને બર્થ કરી દરિયાઈ પરિવહન ક્ષેત્રે અનોખી સિદ્ધિ હાંસલ કરી છે.

 

અગાઉ સિંગાપોરમાં રજિસ્ટર્ડ APL રેફલ્સ અદાણી મુંદ્રા બંદરે લાંગરવામાં આવેલું સૌથી મોટું જહાજ હતું તથા ભારતના બંદરો પર બર્થ થનાર તે સૌથી મોટું કન્ટેનર જહાજ હતું. અદાણી પોર્ટ મુંદ્રાની ખાસિયત એ છે કે 21 મીટર ઉંડાઇ સુધીની કેપેસીટીના જહાજ સહજતાથી લંગારી શકાય છે. નાણાંકીય વર્ષ-23 (એપ્રિલ 22-માર્ચ 23)માં અદાણી પોર્ટ અને APSEZ339 MMT વોલ્યુમ સાથે કાર્ગો હેન્ડલ કરવાનો વિક્રમ સ્થાપ્યો છે.

અદાણી પોર્ટ દેશના વિકાસ માટે બંદરીય સેવા અને સુવિધાઓને સર્વોત્તમ બનાવવા પ્રયત્નશીલ છે. પોર્ટનું વિશ્વ સ્તરીય અધ્યતન ઇન્ફ્રાસ્ટ્રકચર ભારતના વિકસતા દરિયાઈ ઉદ્યોગ અને વેપાર-વાણિજ્યના વિકાસનું પ્રતિબિંબ છે. અદાણી પોર્ટસ મુંદ્રાની 24 કલાકમાં 40 જહાજની મુવમેન્ટ હેન્ડલ કરવાની નોંધપાત્ર સિદ્ધિ તેની અસાન્ય ઓપરેશનલ ક્ષમતાઓ અને ઉત્તમ કાર્યદક્ષતા દર્શાવે છે.

 

બિપરજોય ચક્રવાતમાં સરકાર દ્વારા હંગામી ધોરણે ઓપરેશન સ્થગિત રહ્યા બાદ મુંદ્રા પોર્ટ ફરી પૂર્વવત ધમધમી રહ્યું છે. મિડલ ઇસ્ટ, યુરોપ, આફ્રિકા અને ગલ્ફના દેશોમાંના જહાજો થકી કન્ટેનર્સ મુવમેન્ટે ફરી વેગ પકડ્યો છે. મુન્દ્રા પોર્ટનું વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેવાના સર્વોત્તમ ધોરણો પૂરા પાડે છે પરિણામે તે ભારે કન્ટેનર્સ માટે તે ભારતના પ્રવેશદ્વાર સમાન બની રહ્યું છે.

 

અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિ. વિશે

અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ), વૈશ્વિક સ્તરે વૈવિધ્યસભર અદાણી ગ્રૂપનો એક ભાગ છે જે એક પોર્ટ કંપનીમાંથી ઈન્ટીગ્રેટેડ ટ્રાન્સપોર્ટ યુટિલિટીમાં વિકસિત થયો છે જે તેના પોર્ટ ગેટથી ગ્રાહક દ્વાર સુધી એન્ડ-ટુ-એન્ડ સોલ્યુશન આપે છે. ભારતના પશ્ચિમ કિનારે 6 વ્યૂહાત્મક બંદરો અને ટર્મિનલ્સ (ગુજરાતમાં મુન્દ્રા, દહેજ, તુણા અને હજીરા, ગોવામાં મોર્મુગાઓ અને મહારાષ્ટ્રમાં દીઘી પોર્ટ) અને પૂર્વ કિનારે 5 બંદરો અને ટર્મિનલ્સ સાથે ભારતમાં સૌથી મોટું પોર્ટ ડેવલપર અને ઑપરેટર છે. ભારતમાં (ઓડિશામાં ધામરા, ગંગાવરમ, અને આંધ્ર પ્રદેશમાં કૃષ્ણપટ્ટનમ, અને તમિલનાડુમાં કટ્ટુપલ્લી અને એન્નોર) દેશના કુલ પોર્ટ કાર્ગોના 24% નું હેન્ડલિંગ કરે છે, આમ બંને દરિયાકાંઠાના વિસ્તારો અને અંતરિયાળ પ્રદેશોમાંથી મોટા પ્રમાણમાં કાર્ગો હેન્ડલ કરવાની ક્ષમતા પૂરી પાડે છે. કંપની વિઝિંજામ, કેરળ અને કોલંબો, શ્રીલંકામાં બે ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ પણ વિકસાવી રહી છે. પોર્ટ ઇન્ફ્રા, મલ્ટીમોડલ લોજિસ્ટિક્સ પાર્ક, ગ્રેડ A વેરહાઉસ અને ઇન્ડસ્ટ્રિયલ ઇકોનોમિક ઝોન સહિતની લોજિસ્ટિક્સ ક્ષમતાઓ ધરાવતાં અમારા પોર્ટ્સ ટુ લોજિસ્ટિક્સ પ્લેટફોર્મ અમને ફાયદાકારક સ્થિતિમાં મૂકે છે અને ગ્લોબલ સપ્લાય ચેઈનમાં પ્રભાવક સ્થાન આપે છે. અમારું વિઝન આગામી દાયકામાં વિશ્વના સૌથી મોટા બંદરો અને લોજિસ્ટિક્સ પ્લેટફોર્મ બનવાનું છે. 2025 સુધીમાં કાર્બન ન્યૂટ્રલ બનાવવાના વિઝન સાથે, APSEZ એ વિજ્ઞાન-આધારિત લક્ષ્યાંક પહેલ (SBTi) માટે સાઇન અપ કરનાર પ્રથમ ભારતીય અને વિશ્વનું ત્રીજું બંદર હતું, જે ગ્લોબલ વોર્મિંગને 1.5 °C ઉપર નિયંત્રણ કરવા માટે ઉત્સર્જન ઘટાડવાના લક્ષ્યો માટે પ્રતિબદ્ધ છે. વધુ માહિતી માટે, કૃપા કરીને www.adaniports.com ની મુલાકાત લો

આ પણ વાંચો…    સુરત: હત્યાના કેસમાં ફરાર માથાભારે ભૂપત આહીર મુંબઈથી પકડાયો

મીડિયા પ્રશ્નો માટે, કૃપા કરીને સંપર્ક કરો:

રોય પોલ | roy.paul@adani.com

રોકાણકાર સંબંધો માટે, કૃપા કરીને સંપર્ક કરો: ચરણજીત સિંહ | charanjit.singh@adani.com

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

 

Related posts

સુરતઃ 24 કલાકમાં કોરોનાના ત્રણ નવા કેસ સામે આવ્યા છે

elnews

Panchmahal: અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું ૭૫ મું વર્ષ…

elnews

રાયપુર કેનાલ નજીક ફાર્મહાઉસમાં જુગાર રમતા 11 ઝડપાયા

elnews

Leave a Comment

error: Content is protected !!