EL News
- APSEZએ ભારતમાં તેની હસ્તકના બંદરોના 36 મિલિયન મેટ્રિક ટનના ફાળા સાથે ઓકટોબર આજ સુધીનો સૌથી વધુ માસિક 37 મિલિયન મેટ્રિક ટન કાર્ગોનો વિક્રમ નોંધાવ્યો
- ગત મહિનાઓની તુલનાએ હાઇફા પોર્ટે પ્રમાણમાં ઉચું વોલ્યુમ હેન્ડલ કર્યું
- APSEZએ તેના પૂરા વર્ષના 370-390 મિલિયન મેટ્રિક ટન કાર્ગોના સંચાલનના દીશાસૂચનને અનુરુપ ચાલુ નાણાકીય વર્ષના આરંભિક 7 માસમાં 240 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલ કર્યો
- 43% બલ્ક કાર્ગો અને 24% રેલ TEUની ઉત્તરોત્તર વાર્ષિક વૃધ્ધિ સફર સાથે કંપનીના લોજીસ્ટિક્સ બિઝનેસની મજબૂત ગતિ YTD વોલ્યુમમાં પ્રતિબિંબીત થાય છે
- પોર્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આવેલો જોરદાર સુધારો 5 ટ્રિલિયન ડોલરની ઇકોનોમી હાંસલ કરવાના ભારતના બુલંદ ઇરાદાની કૂંચી
અમદાવાદ, ૩ નવેમ્બર ૨૦૨૩: વૈવિધ્યસભર અદાણી ઉદ્યોગ સમૂહના એક અઁગ અને ભારતની સૌથી મોટી સંકલિત પરિવહન યુટીલીટી કંપની અદાણી પોર્ટસ એન્ડ સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન લિ. (APSEZ)એ ઓક્ટોબરમાં 37 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલ કરીને વાર્ષિક ઉત્તરોત્તર 48%ની વૃધ્ધિ નોંધી છે. કંપનીના ઇતિહાસમાં સૌ પ્રથમવાર ભારતમાં અમારા પોર્ટ પોર્ટફોલિઓના કુલ કાર્ગો વોલ્યુમે 35 મિલિયન મેટ્રિક ટનના આઁકને વટાવીને 36 મિલિયન મેટ્રિક ટનને સ્પર્શ કર્યો છે. જે વાર્ષિક ઉત્તરોત્તર વૃધ્ધિના નોંધપાત્ર 43% છે.ઇઝરાયેલમાં અમારા હાઇફા પોર્ટે ઓક્ટોબર માસ દરમિયાન 1.1 મિલિયન મેટ્રિક ટનથી વધુ કાર્ગો હેન્ડલ કર્યો છે જે છેલ્લા છ માસના સરેરાશ કાર્ગો વોલ્યુમ કરતા ઉલ્લેખનીય છે.ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલથી ઓકટોબરના સાત મહિનામાં સમગ્ર રીતે APSEZએ કુલ 240 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલ કર્યો છે. જે ઉત્તરોત્તર વાર્ષિક 18%ની વૃધ્ધિ દર્શાવે છે. જ્યારે ભારતભરમાં કંપની હસ્તકના બંદરોના કાર્ગો વોલ્યુમના વૃધ્ધિની આ ટકાવારી 15% નોંધાઇ છે.
આ પણ વાંચો…મોરબી પૂલ દૂર્ઘટના : અદાણી ફાઉન્ડેશન દ્વારા અનાથ બાળકોને 5 કરોડની સહાય
APSEZના મુખ્ય કારોબારી અધિકારી અને પૂર્ણ કાલિન ડાયરેક્ટર શ્રી કરણ અદાણીએ કાર્ગો વોલ્યુમમાં થઈ રહેલી આ વૃધ્ધિની સફરના કારણો ઉલ્લેખતા કહ્યું હતું કે કામકાજમાં વ્યુહાત્મક ઉત્તમ કાર્યદક્ષતા ઉપર સમગ્ર લક્ષ્ય સાથે સંકલિત ગ્રાહકલક્ષી બિઝનેસ મોડેલ અને ઊપભોગતા સમેત અમારા હિસ્સેદારો સાથે લાંબા ગાળાની વ્યુહાત્મક ભાગીદારી સફળતાના મુખ્ય માપદંડો છે. તેમણે વધુમાં કહ્યું હતું કે આ બાબત સુધરેલી કાર્યદક્ષતા અને તકનીકી સંસાધનોનું સંકલન નવા સિમાચિહ્નો અને ગ્રાહકોની રસરુચિને સંતોષવા તરફ દોરી જવા માટેની અમારી પ્રતિબધ્ધતા દર્શાવે છે
ચાલુ નાણાકીય વર્ષના આરંભિક એપ્રિલથી ઓકટોબર-23ના સાત માસમાં ડ્રાય બલ્ક,લિક્વિડ્સ અને કન્ટેનર્સ એ ત્રણ પ્રકારના મુખ્ય કાર્ગોના પરિવહનમાં ડબલ ડિજીટની ઉત્તરોત્તર વાર્ષિક વૃધ્ધિ નોંધાવી છે. APSEZ એ ભારતમાં હેન્ડલ કરેલ કન્ટેનર કાર્ગો ઉત્તરોત્તર વાર્ષિક 13%ના વધારા સાથે 5.5 MTEUs થયો છે. જેમાં એકલા મુન્દ્રાનો ફાળો 4.2.TEUs છે. ડ્રાય બલ્ક કાર્ગોનું વોલ્યુમ 14% વધ્યું છે જેમાં આયર્ન ઓર 260%થી વધુ અને કોલસાનું વોલ્યુમ 13%થી ઉપર છે. લિક્વિડ્સ અને ગેસના વોલ્યુમમાં લગભગ 20%નો ઉછાળો આવ્યો છે. APSEZ તેના તમામ પોર્ટ ઉપર કાર્ગોના નવા પ્રકારો ઉમેરી કાર્ગોના વૈવિધ્યકરણ માટે અવિરત કાર્યરત છે. ધામરા પોર્ટે તેના પેદાશી પોર્ટફોલિઓમાં LNG નો ઉમેરો કર્યો છે તો મુન્દ્રા પોર્ટએ પ્રથમવાર સોડા એશ હેન્ડલ કર્યો છે. તુણા પોર્ટે લાઇમ સ્ટોન અને આયર્ન ઓર, દહેજ પોર્ટે સફળતાપૂર્વક કોપર કોન્સટ્રેટ અને પેટ કોક તેના કાર્ગો પોર્ટફોલિઓમાં સામેલ કર્યો છે. જ્યારે હજીરા પોર્ટે પ્રથમ વખત આયર્ન ઓર ફાઇન્સ અને સ્ટીલ રેઇલ્સ, ડીગી પોર્ટએ રોક ફોસ્ફેટ અને ક્રિષ્ણાપટનમ પોર્ટે પાયરોક્ષેનાઇટનું પ્રથમ વેસલ હેન્ડલ કર્યું છે.
અમારા લોજીસ્ટિક્સ બિઝનેસે રેલ TEUમાં ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ઉત્તરોત્તર વાર્ષિક ધોરણે 24%ની વૃધ્ધિ સાથે નોંધપાત્ર દેખાવ જાળવી રાખ્યો છે. પરિણામે સાત માસમાં કુલ 328,00 0TEUs કન્ટેનર વોલ્યુમ હેન્ડલ કર્યું છે. 43%ની વૃધ્ધિ સાથે બલ્ક કાર્ગો વોલ્યુમ 10.6 મિલિયન મેટ્રિક ટન હેન્ડલ કર્યું છે.
ભારતનો લગભગ 95% વેપાર સામુદ્રીક માર્ગે થઇ રહ્યો છે અને બંદરો પર કાર્ગોનું વોલ્યુમ વધી રહ્યું છે તેમાં દેશની આર્થિક સમૃધ્ધિ પ્રતિબિંબીત થાય છે તેથી વિશ્વ કક્ષાની સુવિધા ધરાવતા મૈગા પોર્ટ ભારતીય તટરેખા માટે અનિવાર્ય છે.APSEZએ સમગ્ર ભારતીય તટરેખાને આવરી લેતા શ્રેણીબધ્ધ વ્યુહાત્મક પોર્ટનું ઇનલેન્ડ કન્ટેનર ડેપો અને વેરહાઉસ સહિત નિર્માણ કર્યું છે. જે દેશની 90% હિન્ટરલેન્ડને આવરે છે.
ચાલુ વર્ષના સાત મહિનામાં APSEZએ 5700 જહાજો હેન્ડલ કર્યા છે અને 27,300 રેક્સની સેવા પૂરી પાડી છે.
વૈશ્વિક બજાર અને જીઓપોલિટીકલ અફડાતફડીની સ્થિતિમાં ઝડપથી થતા ફેરફારને સ્વીકારવાની ક્ષમતાના કારણે APSEZએ તેની ટકાઉ વૃધ્ધિ તરફનું પ્રયાણ જારી રાખ્યું છે તેનો પૂરાવો કાર્ગો હેન્ડલિંગની આ વિક્રમી સિધ્ધિ સાક્ષીરુપ છે.
માધ્યમો માટે વધુ જાણકારી માટે સંપર્ક: Roy Paul | roy.paul@adani.com