Shivam Vipul Purohit, India:
અદાણી-ઇસ્કોનની અન્નક્ષેત્ર સેવાથી સ્થાનિક ખેડૂતો અને યુવાઓ આર્થિક સશક્ત બન્યા છે. 3,000 થી વધુ લોકોને પ્રત્યક્ષ રોજગારી, કિસાનોને પણ મબલખ કમાણી થઈ.
પ્રયાગરાજ મહાકુંભ સ્થાનિક ખેડૂતો માટે રોજગારી અને આવકની અનેક સ્વર્ણિમ તકો લઈને આવ્યો છે. ભક્તો માટે દરરોજ તૈયાર કરવામાં આવતા મહાપ્રસાદ માટે પ્રયાગરાજ અને આસપાસના વિસ્તારોમાંથી શાકભાજી, અનાજ, દૂધ અને અન્ય આવશ્યક સામગ્રીઓની ભારે માત્રામાં ખરીદી કરવામાં આવી રહી છે. જેના કારણે ખેડૂતો લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે અને યુવાઓ રોજગારી મેળવી રહ્યા છે. જે તેમના આર્થિક સશક્તિકરણની દિશામાં મોટી ઉપલબ્ધિ છે.

મહાકુંભમાં અદાણી ગ્રૂપ અને ઈસ્કોન સાથે મળીને કરવામાં આવી રહેલી નારાયણ સેવાએ લાખો શ્રદ્ધાળુઓને ભોજન તો આપ્યું જ છે, પરંતુ સ્થાનિક વેપાર અને કૃષિ ક્ષેત્રને પણ નવી ઊંચાઈઓ આપી છે. દરરોજ લાખો ભક્તો મહાપ્રસાદીનો સાત્વિક આનંદ માણે છે, જ્યારે અમૃતસ્નાનના ખાસ પ્રસંગોએ આ સંખ્યા 2.5 લાખથી 3 લાખ સુધી પહોંચી જાય છે. અદાણી-ઈસ્કોનના ભંડારામાં દરરોજ 9,000 કિલો શાકભાજીનો ઉપયોગ થાય છે, જે અમૃતસ્નાનના દિવસોમાં વધીને 33,600 કિલો થઈ જાય છે. આ શાકભાજી સ્થાનિક ખેડૂતો પાસેથી સપ્લાય કરવામાં આવે છે, જેનાથી તેમને સીધો આર્થિક ફાયદો થઈ રહ્યો છે. ખેડૂતો પાસેથી લાખો રૂપિયાના શાકભાજીની ખરીદી કરવામાં આવે છે.
આ વિશાળ સેવાકાર્ય ચલાવવામાં 3,000 થી વધુ લોકો સીધી રોજગારી મેળવે છે, જ્યારે 1,000 થી વધુ લોકો દરરોજ ભોજન પીરસવામાં સામેલ છે. મહાકુંભની અસર માત્ર શ્રદ્ધાળુઓ સુધી જ સીમિત નથી, પરંતુ તેનાથી 10,000થી વધુ લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી પણ મેળવે છે. સ્થાનિક ખેડૂતો, દૂધ ઉત્પાદકો, શાકભાજી વિક્રેતાઓ અને નાના વેપારીઓને આ અવસરનો સીધો લાભ મળી રહ્યો છે. જેનાથી તેમનું જીવનધોરણ સુધારવાની સાથોસાથ આર્થિક સમૃદ્ધિ પણ વધી રહી છે.
અદાણી ગ્રૂપ અને ઇસ્કોન દ્વારા મહાપ્રસાદ સેવા થકી એ સાબિત થયુ છે કે, જ્યારે મોટી સંસ્થાઓ સામાજિક જવાબદારીઓની સમજ સાથે કામ કરે છે ત્યારે સમગ્ર સમાજ પર તેની વ્યાપક અને સકારાત્મક અસર પડે છે. મહાકુંભમાં આ સેવા માત્ર પ્રસાદ વિતરણ પુરતી સીમિત નથી પરંતુ તે રોજગાર સર્જન અને આર્થિક સશક્તિકરણનું એક સશક્ત માધ્યમ પણ બની છે.
આ ઐતિહાસિક ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે જ્યારે આસ્થા, સેવા અને રોજગાર ભેગા થાય છે ત્યારે સમગ્ર સમાજને તેનો લાભ મળે છે. પ્રયાગરાજ મહાકુંભની આ પહેલ માત્ર ધાર્મિક આસ્થાનું પ્રતીક જ નથી, પરંતુ હજારો પરિવારોના જીવનમાં પરિવર્તનનું ઉદાહરણ પણ બની છે.