Business :
અદાણી ગૃપ મીડિયા સેક્ટરમાં તેની હાજરીને મજબૂત કરવા NDTV (નવી દિલ્હી ટેલિવિઝન)ને હસ્તગત કરવાની પ્રક્રિયામાં છે. ગૌતમ અદાણી વિશ્વના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ બન્યા બાદ આ પ્રક્રિયા વધુ રસપ્રદ બની છે. NDTV તરફથી સેબીના અગાઉના આદેશનો ઉલ્લેખ કરીને એવું કહેવાયું છે કે, હાલમાં સેબીના નિર્દેશો હેઠળ કંપનીના હિસ્સામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, જો કે, આ જવાબ અદાણી જૂથ દ્વારા એમ કહીને આપવામાં આવ્યો છે કે આ ડીલ કરવા માટે કંઈ નથી. સેબીના નિર્દેશો સાથે આ મામલે મોટું પગલું ભરતા અદાણી ગૃપે હવે ઓપન ઓફરની જાહેરાત કરી છે.
આ પણ વાચો…વડોદરા ઉદ્યોગોની નિકાસ રૂ.૧ લાખ કરોડ ઉપર પહોંચી
ઓપન ઓફર ઓક્ટોબરમાં થશે શરૂ
અદાણી ગ્રુપે NDTVમાં વધારાનો 26 % હિસ્સો ખરીદવા માટે 17 ઓક્ટોબરે ઓપન ઑફર શરૂ કરવાની જાહેરાત કરી છે. આ ઓપન ઓફર જેએમ ફાઇનાન્શિયલ નામની કંપની લોન્ચ કરશે. આ ઓપન ઑફર 17 ઓક્ટોબરે શરૂ થશે અને 1 નવેમ્બરે બંધ થશે. આ ઓપન ઓફર દ્વારા કંપની NDTV ગ્રુપના 1.67 કરોડ શેર ખરીદવાનો પ્રયાસ કરશે. જો ઓફર આ કિંમતે સંપૂર્ણ સબસ્ક્રાઇબ કરવામાં આવે છે, તો તેની કુલ રકમ 492.81 કરોડ રૂપિયા થશે. જણાવી દઈએ કે, ગત સપ્તાહે અદાણી ગ્રુપે એનડીટીવી મીડિયા ગ્રુપના 29.18 % શેર આડકતરી રીતે ખરીદવાની જાહેરાત કરી હતી.
NDTVએ કહ્યું- સેબીએ હિસ્સાના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો
NDTVએ સ્ટોક એક્સચેન્જને આપેલી માહિતીમાં જણાવ્યું હતું કે, 27 નવેમ્બર, 2020 ના રોજ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ પ્રમોટર્સ પ્રણય અને રાધિકા રોયને સિક્યોરિટી માર્કેટમાં શેર ખરીદવા અને વેચવા પર પ્રતિબંધ મૂક્યો હતો. આ પ્રતિબંધ 26 નવેમ્બર 2022 ના રોજ સમાપ્ત થશે. “જ્યાં સુધી પેન્ડિંગ અપીલની કાર્યવાહી પૂર્ણ ન થાય ત્યાં સુધી, સૂચિત હસ્તગત કરનારને પ્રમોટર જૂથના 99.5 ટકા શેર માટે સેબીની મંજૂરીની જરૂર પડશે,” કંપનીએ જણાવ્યું હતું.