29.2 C
Gujarat
December 21, 2024
EL News

અદાણી ગ્રીને 750 મેગાવોટના પાવર પ્રોજેક્ટ્સ માટે આંતર રાષ્ટ્રીય બેંકો પાસેથી USD 400 મિલિયનની લોન સિક્યોર કરી

Share
Shivam Vipul Purohit, Ahmedabad:

• આ ધિરાણ રાજસ્થાન અને ગુજરાતમાં 750 મેગાવોટની સૌર ઉત્પાદન ક્ષમતાને મદદ કરશે

• વેપારી એક્સપોઝરમાં વધારો કરી પાંચ આંતરરાષ્ટ્રીય બેંકોને નવીનીકરણીય પ્રોજેક્ટ્સને ધિરાણ આપવા આકર્ષિત કરીને નવી કેડી કંડારે છે; આ ધિરાણ ભારતના વેપારી બજાર માટે હકારાત્મક દૃષ્ટિકોણનો સંકેત આપે છે

• બીજા પક્ષના અભિપ્રાય પ્રદાતા સસ્ટેનેબલ ફિચ દ્વારા “ગ્રીન લોન” તરીકે પ્રમાણિત સુવિધા

અમદાવાદ, ૨જી મે ૨૦૨૪: ભારતની સૌથી મોટી અને વિશ્વની અગ્રણી રિન્યુએબલ એનર્જી કંપનીઓ પૈકીની એક અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL)એ પાંચ અગ્રણી આંતરરાષ્ટ્રીય બેંકોના કન્સોર્ટિયમ દ્વારા રાજસ્થાન અને ગુજરાતમાં તેના નિર્માણાધીન 750 મેગાવોટની ક્ષમતાના સોલર પ્રોજેક્ટ્સ માટે USD 400 મિલિયન ધિરાણની આજે જાહેરાત કરી છે. સંભવત:નવેમ્બર 2024થી આ પ્રોજેક્ટ્સ માટે ઓનલાઈન ધિરાણ પૂરું પાડવામાં આવશે. ભારતમાં સૌથી મોટો 10,934 મેગાવોટનો ઓપરેશનલ પોર્ટફોલિયો ધરાવતી AGEL રાષ્ટ્રીય ગ્રીડને વિશ્વસનીય, સસ્તો અને સ્વચ્છ પાવર પહોંચાડે છે. AGELના ઓપરેશનલ પોર્ટફોલિયોમાં 7,393 મેગાવોટ સૌર,1,401 મેગાવોટ પવન અને 2,140 મેગાવોટ પવન-સૌર હાઇબ્રિડ ક્ષમતાનો સમાવેશ થાય છે.

એક પ્રોજેક્ટ રાજસ્થાનમાં 500 મેગાવોટ ક્ષમતા સાથે વિકસાવવામાં આવી રહ્યો છે અને તેનો સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (SECI) સાથે લાંબા ગાળાના પાવર પરચેઝ એગ્રીમેન્ટ (PPA) છે. બીજો 250 મેગાવોટની ક્ષમતા ધરાવતો પ્રોજેકટ ગુજરાતના કચ્છના ખાવડા ખાતે નિર્માણાધિન વિશ્વના સૌથી મોટા રીન્યુએબલ એનર્જી ક્લસ્ટરમાં અમલમાં મૂકાયેલ એક સ્વતંત્ર મર્ચન્ટ પાવર પ્રોજેક્ટ છે. અદાણી ગ્રીન એનર્જી લિ.(AGEL) પરંપરાગત પાવર પરચેજ એગ્રીમેન્ટ (PPAs) સાથે વિકસતા વેપારી ઉર્જા બજારમાં પુરા આત્મવિશ્વાસ સાથે પ્રોજેક્ટની આવક વધારવા અને સતત મૂલ્ય વર્ધક નિર્માણ માટે પોતાને અનુકૂળ સ્થાનેે પ્રસ્થાપિત કરવા માટે આવકના પ્રવાહમાં વૈવિધ્યીકરણ કરી રહ્યું છે. AGELની આગેવાનીના અનુસંધાને આંતરરાષ્ટ્રીય બેન્કિંગ માર્કેટના સેન્ટિમેન્ટમાં પરિવર્તન ચિહ્નિત કરતા વ્યવહાર સાથે વેપારી પ્રોજેક્ટ્સને ધિરાણ આપવામાં બેન્કો વધુ અનુકૂળ બની રહી છે

યુએસડી 400 મિલિયન કન્સ્ટ્રક્શન ફેસિલિટી સાથે ફંડિંગ સોલ્યુશન્સ પણ AGELની પ્રાપ્તિ વ્યૂહરચના સાથે સુમેળમાં સિન્ડિકેટ ગેરંટી-બેક્ડ એસ્યોરન્સ પ્રોગ્રામ પ્રદાન કરે છે. AGELની મૂડી વ્યવસ્થાપન યોજનાના ભાગ રૂપે વિકસિત, ટકાઉ ઋણ માળખા માટે આ વ્યવહાર વેપારી એક્સપોઝરને ધિરાણ આપવા માટે માર્ગ મોકળો કરે છે. બજારના એકીકરણના આગલા તબક્કામાં ઉદ્યોગના સંક્રમણને આગળ ધપાવતું હોવાના કારણે ભારતના રીન્યુએબલ એનર્જી સેક્ટર માટે તે એક સીમાચિહ્નરૂપ છે. યોગ્ય ધિરાણ માળખા સાથે વેપારી બજાર પ્રોજેક્ટ્સના પ્રમોશન મારફત ઓછા ખર્ચે ગ્રીન ઇલેક્ટ્રોન પહોંચાડવાની પ્રતિબદ્ધતા સાથે ભારતીય પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષેત્ર સ્વચ્છ ઉર્જા સંક્રમણ અને ડીકાર્બોનાઇઝેશનને આગળ ધપાવવા માટે વિશ્વાસ અને સ્પર્ધાત્મકતા દર્શાવે છે.

ધિરાણકર્તાઓ કોઓપરેટિવ રાબોબેંક U.A., DBS Bank Ltd., Intesa Sanpaolo S.p.A., MUFG Bank, Ltd.અને Sumitomo Mitsui Banking Corporationના કન્સોર્ટિયમે AGELની મહત્વાકાંક્ષી વૃદ્ધિ યોજનાઓ માટેનો માર્ગ મોકળો કર્યો છે.

AGELની પેટાકંપનીઓ હસ્તક રાખવામાં આવેલી ગ્રીન લોન કંપનીના વિકાસના માર્ગને ટેકો આપે છે અને તેની ટકાઉપણાની પ્રતિબદ્ધતા સાથે બંધ બેસે છે. 2023ના ચાર મુખ્ય ઘટકો સાથે સેકન્ડ પાર્ટી ઓપિનિયન પ્રોવાઈડર સસ્ટેનેબલ ફિચે 750 મેગાવોટ સોલાર પ્રોજેક્ટ્સ માટે ગ્રીન લોન ફ્રેમવર્કની મજબૂતાઈ અને પારદર્શિતા તેમજ ગ્રીન લોન સિદ્ધાંતોના તાલમેલ પર પ્રકાશ પાડ્યો હતો. ગ્રીન એનર્જી ઉકેલો માટે AGELના સમર્પણ ભાવની આ મૂલ્યાંકન તરફેણ કરે છે, ખાસ કરીને SDG 7 (પોસાય તેવી અને સ્વચ્છ ઊર્જા) હાંસલ કરતી વખતે યુએન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs) નીચા કાર્બન ભવિષ્ય તરફ ભારતના સંક્રમણને વેગ આપે છે.

….

માધ્યમોની વધુ જાણકારી માટે સંપર્ક: Roy Paul roy.paul@adani.com

 

 

Related posts

હું આમ આદમી પાર્ટી સાથે જ કામ કરીશ: યુવરાજસિંહ

elnews

El News: અમદાવાદમાં હજુ ત્રણ દિવસ વરસાદની આગાહી, આ કારણે મુસળધાર વરસાદ વરસ્યો…

elnews

અમદાવાદના વાડજમાં ચાર લોકોની જુગાર રમતા ધરપકડ

elnews

Leave a Comment

error: Content is protected !!